નવી દિલ્હી :બોલિવુડ (Bollywood) એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) પોતાના ફેન્સને બહુ જ સાચવે છે. તે જ્યારે પણ રસ્તા પર ચાલતી દેખાય છે ત્યારે હાથ જોડીને નમસ્કાર કરતી દેખાય છે. આવા તેના અસંખ્યા વીડિયો અને ફોટોઝ છે, જેમાં તે આદર આપતી દેખાઈ રહી છે. તે ફેન્સને પણ ક્યારેય તસવીર લેવા માટે ટોકતી નથી. પણ અનેકવાર ફેન્સના વ્યવહારથી સારા અસહજ થઈ જતી હોય છે. પરંતુ આવામાં પણ તે પોતાનો પિત્તો ગુમાવતી નથી, તે મિચ્યોર્ડ બિહેવિયર કરે છે.
સારા કેટલાક દિવસોથી વિદેશમાં હતી. તે હાલમાં જ વેકેશન એન્જોય કરીને ઈન્ડિયા પરત ફરી છે. ત્યારે એરપોર્ટ પર તેની સાથે સેલ્ફી લેવા માટે લોકો તલપાપડ થયા હોય છે. સારા પણ સન્માનપૂર્વક તેમની સાથે સેલ્ફી લેતી દેખાય છે. પરંતુ હાલ વિદેશથી પરત ફરી રહેલી સારાને એક વિચિત્ર અનુભવ થયો હતો. એક ફેન તેની એકદમ નજીક આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જેને કારણે અસહજ થઈ ગઈ અને પાછળ હટી ગઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક તરફ સારાના વ્યવહારના જોરદાર વખાણ થઈ રહ્યા છે, તો બીજી તરફ આ ઘટનાને લઈને જવાબદાર શખ્સને વર્તણૂંક શીખવાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર લોકો લખી રહ્યા છે કે, સ્ટાર્સને પણ પોતાની અંગત જિંદગી જીવવાનો હક હોય છે, તેમને દરેક સ્થળે ઘેરી લેવુ યોગ્ય નથી. ઉપરથી આવો વ્યવહાર તો બિલકુલ પણ યોગ્ય નથી. સારાને ફેન્સ તેને મોસ્ટ ડિસેન્ટ એક્ટ્રેસ બતાવે છે. અને તે પણ હંમેશાથી લોકો સાથે સ્માઈલ એક્સચેન્જ કરીને પોતાનો સારા નેચર વ્યક્ત કરતી હોય છે.
દીવ-દમણ અને દાદરાનગર હવેલી થયા એક, લોકસભામાં પસાર થયું બિલ
ઉલ્લેખનીય છે કે, સારા અલી ખાન લવ આજકાલના સિક્વલમાં જોવા મળશે. જેમાં તે કાર્તિક આર્યનની સાથે કામ કરશે. વરુણ ધવનની સાથે તે કુલી નંબર 1ની રિમેકમાં પણ જોવા મળશે. તેણે બોલિવુડમાં પોતાના કરિયરની શરૂઆત કેદારનાથ ફિલ્મથી કરી હતી. તેના બાદ તે રણવીરસિંહની સાથે સિમ્બામાં જોવા મળી હતી. તેની બંને ફિલ્મ બોક્સઓફિસ પર સુપરડુપર હીટ બની હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે