Home> Gujarat
Advertisement
Prev
Next

બદલાઈ રહ્યો છે Statue of Unity નો કલર, કરાઈ રહ્યું છે આ ખાસ કામ

દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેટ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ને એક વર્ષ પૂરુ થઈ ગયું છે, ત્યારે હાલ પ્રતિમાની સાફસફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્ટેચ્યુની સાફ સફાઈ કરવા માટે મોટી ક્રેઈન લગાડી કામદારોને કામે લગાડવામાં આવ્યા છે. હાલ કામદારો માટે સૌથી મોટી ચેલેન્જ સ્ટેચ્યુના બહારના ભાગની સાફ સફાઈ કરવાની છે, જે બહુ જ મુશ્કેલ છે. તે માટે બકેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ થતાં કલર વેરિયેશનની બાબત ધ્યાનમાં લઈને સફાઈ હાથ ધરાઈ છે. સ્ટેચ્યુની અંદર અને બહારથી સફાઈ માટે 11 ચોક્કસ જગ્યાએથી પ્લેટ ખોલવામાં આવશે. કેમ કે આ પ્રતિમા 6600 જેટલી બ્રોન્ઝ (bronze statue) ની અલગ અલગ પ્લેટને જોડીને બનાવવામાં આવી છે. હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના બંન્ને પગમાં બ્રોન્ઝના પેડને કાપીને સાફ સફાઈ કરવામાં આવી રહી છે.

બદલાઈ રહ્યો છે Statue of Unity નો કલર, કરાઈ રહ્યું છે આ ખાસ કામ

નર્મદા :દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેટ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ને એક વર્ષ પૂરુ થઈ ગયું છે, ત્યારે હાલ પ્રતિમાની સાફસફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્ટેચ્યુની સાફ સફાઈ કરવા માટે મોટી ક્રેઈન લગાડી કામદારોને કામે લગાડવામાં આવ્યા છે. હાલ કામદારો માટે સૌથી મોટી ચેલેન્જ સ્ટેચ્યુના બહારના ભાગની સાફ સફાઈ કરવાની છે, જે બહુ જ મુશ્કેલ છે. તે માટે બકેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ થતાં કલર વેરિયેશનની બાબત ધ્યાનમાં લઈને સફાઈ હાથ ધરાઈ છે. સ્ટેચ્યુની અંદર અને બહારથી સફાઈ માટે 11 ચોક્કસ જગ્યાએથી પ્લેટ ખોલવામાં આવશે. કેમ કે આ પ્રતિમા 6600 જેટલી બ્રોન્ઝ (bronze statue) ની અલગ અલગ પ્લેટને જોડીને બનાવવામાં આવી છે. હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના બંન્ને પગમાં બ્રોન્ઝના પેડને કાપીને સાફ સફાઈ કરવામાં આવી રહી છે.

fallbacks

ટેક્સી ડ્રાઈવરની સૂઝબૂઝની દાદ દેવી પડે, સોશિયલ મીડિયા પર ફોટો જોઈને અપહરણ થતી બાળકીને બચાવી

પ્લેટ ખોલી ક્લીનિંગ કરાઈ રહ્યું છે 
આ અંગે નર્મદા ડેમના મુખ્ય ઈજનેર પી.સી. વ્યાસે જણાવ્યું કે, મૂળ ડિઝાઈનમાં કોઈ પણ મોડીફિકેશન નથી કરવામાં આવ્યું. ડિઝાઇન વખતે પ્લેટ ખોલી પાણીથી અને અન્ય વસ્તુઓથી સાફ સફાઈ કરવામાં આવે તેવી ડિઝાઇન બનાવવામાં આવી છે. પ્રવાસીઓની સુરક્ષા માટે વ્યૂઇંગ ગેલરીમાં લિફ્ટ છે અને આકસ્મિક જરૂરિયાત માટે એક્ઝિટ દ્વાર છે. તેમજ બે સ્ટોર કેસ છે. આ ઉપરાંત આગ જેવી ઘટના વ્યૂઇંગ ગેલરીમાં બને તો તેને નિવારવા માટે ઓટોમેટિક સ્પ્રીંકલ સિસ્ટમ પણ મૂકાયેલી છે. 

fallbacks

VIDEO: સૈફની દીકરી સારાને થયો કડવો અનુભવ, એકદમ નજીક આવી ગયો એક શખ્સ, અને...

તાંબાનો ભાગ વધુ હોવાથી એક્સિડૈસ થાય છે 
હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કલર બદલાઈ રહ્યો છે. જેનું મુખ્ય કારણ એ છે કે, એ તાંબાનો ભાગ વધારે હોવાના કારણે ઓક્સિડૈસ થાય છે. આ એક સિવિલ સ્ટ્રક્ચર છે, કૉમ્પઝિટ સ્ટ્રક્ચર છે. તેમાં મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ ભાગ પણ છે. વધુમાં પ્રવાસીઓ માટે અંદર ફરવા માટે જગ્યા પણ બનાવાયેલી છે. એલએન્ડટી કંપનીએ સ્ટેચ્યુનું કામ કર્યું છે, જેને 15 વર્ષ માટે ઓપરેશન અને મેઇટેન્સ કામ આપવામાં આવ્યું છે. આ કંપની દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમની નિગરાનીમાં કામ કરી રહી છે.

સ્ટેચ્યુ ઓફિ યુનિટી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા હોવાથી અને હાલ દુનિયાભરના પ્રવાસીઓનું આકર્ષણ હોવાથી તેની સાફસફાઈ રાખવી એ પ્રાથમિક જરૂરિયાત છે. આ કારણે જ નિયમિત સ્ટેચ્યુની સફાઈ હાથ ધરવામાં આવે છે. સ્ટેચ્યુ ઉપરાંત આજુબાજુ પ્રવાસીઓ માટે અનેક આકર્ષણો ઉભા કરવામાં આવે છે. જેમાં જંગલ સફારી, એકતા નર્સરી જેવા આકર્ષણો સામેલ છે. હાલ તો સ્ટેચ્યુના  2.1 મીટર ઉંચા અને 1.8 મીટર પહોળા બે મહાકાય પગની સફાઈ કરવી જ સૌથી મોટી ચેલેન્જ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More