Mika Singh : બોલીવુડમાં રોજે રોજ નવા નવા વિવાદો થતા હોય છે. આવા વિવાદો થવાનું કારણ હોય છે કલાકારોએ એકબીજા માટે કરેલી વાતો. આવી જ એક વાત પ્રખ્યાત સિંગર મીકા સિંહે અભિનેત્રી બિપાશા બાસુ માટે કરી છે. બિપાશા બાસુ છેલ્લા 5 વર્ષથી સ્ક્રીનથી દૂર છે. બિપાશા બાસુ પાસે કામ નથી તે વાતને લઈને મીક્કા સિંહે એવી વાત કહી દીધી છે કે જેને જાણીને તમને પણ આંચકો લાગી જશે.
આ પણ વાંચો: આ ફિલ્મ પછી શરુ થયો ધાર્મિક ફિલ્મોનો ટ્રેંડ, આ ફિલ્મની આરતીનો આજે પણ કોઈ જવાબ નથી..
એક ઇન્ટરવ્યૂ દરમ્યાન મીકા સિંહે બિપાશા બાસુ સાથે થયેલા તેના કડવા અનુભવોને વ્યક્ત કર્યા હતા. ખૂબ ઓછા લોકો જાણતા હશે કે મીકા સિંહે એક વેબ સીરીઝ પ્રોડ્યુસ કરી હતી જેમાં બિપાશા બાસુએ કામ કર્યું હતું. આ પ્રોજેક્ટને લઈને તેને થયેલા કડવા અનુભવ તેણે જણાવ્યા હતા. અને સાથે જ તેણે એવું કહી દીધું કે બિપાશા પાસે કામ નથી તે તેના કર્મોનું જ ફળ છે..
આ પણ વાંચો: ઐશ્વર્યા સાથે બોલ્ડ સીન પર રણબીરે કહી હતી એવી વાત કે ભડકી ગયો બચ્ચન પરિવાર
મીકા સિંહે જણાવ્યું હતું કે કરણ સિંહ ગ્રોવરને અભિનેતા તરીકે તે પસંદ કરે છે અને તેની સાથે 4 કરોડના બજેટનો પ્રોજેક્ટ કરવાની વાત હતી. આ બજેટમાં ડાયરેક્ટર તરીકે વિક્રમ ભટ્ટને અફોર્ડ ન કરી શકાય તેથી વેબ સીરીઝની સ્ટોરી વિક્રમ ભટ્ટે લખી અને ડાયરેક્શન ભૂષણ પટેલે કર્યું. જે સીરીઝની વાત થઈ રહી છે તે હતી ડેન્જરસ, જેમાં કરણ સિંહ ગ્રોવર સાથે બિપાશા બાસુએ પણ કામ કર્યું હતું.
આ પણ વાંચો: રાતની ઊંઘ ઉડાડી દેશે આ 5 હોરર વેબ સીરીઝ, ઓટીટી પ્લેટફોર્મની સૌથી લોકપ્રિય સીરીઝ
મીકા સિંહે જણાવ્યું કે બિપાશા બાસુને આ પ્રોજેક્ટમાં લેવાનો પ્લાન ન હતો. તે તો આ સીરીઝમાં બીજી કોઈ અભિનેત્રીને લેવા માંગતો હતો. પરંતુ બિપાશા બાસુએ કહ્યું કે આ પ્રોજેક્ટ સાથે તે જોડાવા માંગે છે. ત્યાર પછી બધું જ બદલવા લાગ્યું. સીરીઝનું શૂટિંગ લંડનમાં થયું અને બજેટ 4 કરોડને બદલે 14 કરોડ થઈ ગયું. જેના કારણે તેની ચિંતા વધી ગઈ.
ત્યાર પછી શૂટિંગ શરૂ થયું ત્યારે બિપાશા બાસુની ડિમાન્ડ વધી ગઈ અને તેણે કેટલાક સીન કરવાનો પણ ઇન્કાર કરી દીધો. સીરીઝમાં પહેલાથી જ કેટલાક કિસિંગ સીન હતા જે કરવામાં બિપાશા બાસુ નખરા કરવા લાગી. અને તેણે આ સીન કરવાની પણ ના કહી દીધી.
આ પણ વાંચો: 15 વર્ષે જ પરણી જવાની હતી એકતા, પણ જીતેંદ્રએ કહી એવી વાત કે દીકરીએ માંડી વાળ્યા લગ્ન
આગળ મીકા સિંહે જણાવ્યું કે સેટ પર શૂટિંગ ઉપરાંત પોસ્ટ પ્રોડક્શન પ્રોસેસમાં પણ ભારે સમસ્યાઓ થઈ હતી. સિંગરે એવું કહ્યું કે ડબિંગની પ્રોસેસમાં કારણ વિનાનો લાંબો સમય પસાર કરવામાં આવતો હતો. કોઈ દિવસ બિપાશા કહી દેતી કે તેનું ગળું ખરાબ છે તો કોઈ દિવસ કરણ કહેતો કે તેની તબિયત ઠીક નથી. કોઈને કોઈ બહાના કારણે ડબિંગની પ્રોસેસ લંબાઈ જતી અને ખર્ચો વધતો ગયો.
મીકા સિંહે એવું પણ કહ્યું કે જે એક્ટ્રેસ પાસે કામ ન હોય તેને પ્રોડ્યુસર જો તક આપે તો તેણે તેની વેલ્યુ કરવી જોઈએ. જો બિપાશા ધર્મ પ્રોડક્શનમાં કામ કરતી હોત તો આ પ્રકારના નખરા ન કર્યા હોત.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે