Lips Care: દરેક યુવતીની ઈચ્છા હોય કે તેના હોઠ નેચરલી ગુલાબી હોય. પરંતુ યોગ્ય માવજતના અભાવના કારણે અને વારંવાર લિપસ્ટિકનો ઉપયોગ થતો હોવાથી હોઠ ધીરે ધીરે કાળા પડવા લાગે છે. ઘણા લોકોને તો બારેમાસ હોઠ ફાટવાની સમસ્યા હોય છે. આવું એટલા માટે હોય છે કે તેમના હોઠની સ્કીન ડ્રાય થઈ ગઈ હોય છે. ઉનાળા દરમિયાન પણ હોઠનું ધ્યાન રાખવું જરૂરી છે. આજે તમને 3 એવી વસ્તુ વિશે જણાવીએ જેને ઉનાળા દરમિયાન હોઠ પર અપ્લાય કરશો તો હોઠ ડ્રાય નહીં થાય અને નેચરલી ગુલાબી દેખાશે. નિયમિત આ વસ્તુઓથી હોઠની માવજત કરશો તો લિપસ્ટિક કરવાની જરૂર પણ નહીં પડે.
આ પણ વાંચો: વજન ઘટાડી સ્લીમ રહેવું હોય તો ડાયટમાં સામેલ કરી લો આ 3 ડ્રિંક્સ, વજન રહેશે કંટ્રોલમા
લીંબુ અને મધ
લીંબુ અને મધનું લિપ માસ્ક હોઠને ચમકદાર અને ગુલાબી બનાવે છે. નિયમિત રીતે આ બે વસ્તુને હોઠ પર અપ્લાય કરવાથી સ્કિન હેલ્ધી અને ગુલાબી દેખાય છે. લીંબુના રસમાં રહેલા તત્વ પીગ્મેન્ટેશનને લાઈટ કરે છે અને મધ હોઠને નેચરલી પોષણ આપે છે જેના કારણે હોઠ મુલાયમ બને છે. તેના માટે એક ચમચી મધમાં થોડા ટીપા લીંબુના રસના મિક્સ કરો અને હોઠ પર લગાવો. એક થી બે મિનિટ માટે હળવા હાથે માલીશ કરો અને પછી તેને 10 મિનિટ માટે રાખો. આ બંને વસ્તુને નિયમિત હોઠ પર અપ્લાય કરો.
આ પણ વાંચો: Knee Pain: રોજ કરો આ 4 યોગાસન, તેલ, બામ કે દવા વિના ઘુંટણના દુખાવાથી મળશે રાહત
કાકડી અને એલોવેરા જેલ
કાકડીમાં વિટામીન અને મિનરલ્સ હોય છે જે હોઠના ચમકદાર અને હાઇડ્રેટ બનાવવામાં મદદ કરે છે. એલોવેરા જેલમાં મોશ્ચુરાઇઝિંગ ગુણ હોય છે. આ બંને વસ્તુ હોઠને પોષણ આપવામાં મદદ કરે છે. તેના માટે કાકડીના ટુકડા કરી તેમાંથી રસ કાઢી લો. હવે એલોવેરા જેલમાં આ રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ મિશ્રણને હોઠ પર લગાવો અને 20 મિનિટ માટે રાખો. ત્યારબાદ હોઠ સાફ કરી લો.
આ પણ વાંચો: લીલા નાળિયેરનો આ હલવો ઘરમાં બનશે કે સફાચટ થઈ જશે, ભુલી જશો બીજી મીઠાઈનો સ્વાદ
બીટ અને મધ
એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર બીટ હોઠને ગુલાબી બનાવવામાં મદદ કરે છે. મધથી ત્વચાને મોઈશ્ચર મળે છે. આ બંને વસ્તુને એક સાથે લગાડવાથી હોઠ સોફ્ટ અને ગુલાબી દેખાશે. જો તમારા હોઠ કાળા થઈ ગયા હોય તો આ ઉપાય નિયમિત કરો. બીટની પેસ્ટ બનાવીને તેમાં મધ ઉમેરીને હોઠ પર માસ્ક લગાવો. માત્રને 15 મિનિટ માટે રાખો અને પછી હૂંફાળા પાણીથી હોઠ સાફ કરી લો. રોજ રાત્રે આ વસ્તુ હોઠ પર અપ્લાય કરશો એટલે થોડા જ દિવસમાં હોઠ ગુલાબી દેખાવા લાગશે
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે