નવી દિલ્હી : અભિનેતા બમન ઇરાની હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકમાં બિઝનેસ ટાયકુન રતન તાતાના રોલમાં જોવા મળશે. બમન ઇરાનીએ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ઓમંગ કુમાર દ્વારા નિર્દેશીત અને સંદીપ રોય-સુરેશ ઓબેરોય દ્વારા નિર્મિત આ ફિલ્મનું શૂટિંગ રવિવારથી અમદાવાદમાં શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં વિવેક ઓબેરોય વડાપ્રધાન મોદીના રોલમાં જોવા મળશે.
બમન ઇરાનીએ એક નિવેદનમાં કહ્યું છે કે સોશિયલ મીડિયામાં હંમેશા મારા પર એવી કમેન્ટ કરવામાં આવી છે કે મારી પર્સનાલિટી રતન તાતાને મળતી આવે છે. હવે જ્યારે મને આ રોલનો પ્રસ્તાવ મળ્યો છે ત્યારે હું એને કરવા માટે તલપાપડ છું.
Boman Irani to play a well-known industrialist in the biopic #PMNarendraModi... Stars Vivek Anand Oberoi in the title role... Directed by Omung Kumar... Produced by Suresh Oberoi and Sandip Ssingh... Official look: pic.twitter.com/c0E7t8NnAn
— taran adarsh (@taran_adarsh) 21 February 2019
પાકિસ્તાનમાં તેનો સ્ટાર એક્ટર ફવાદ ખાન બરાબર લેવાયો લબડધક્કે, કારણ કે...
બમન ઇરાનીએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે જ્યારે ઓમંગ, સંદીપ અને વિવેકે મને આ રોલ ઓફર કર્યો કે હું તરત તૈયાર થઈ ગયો. આ ફિલ્મની ટીમ બહુ શાનદાર છે અને ઓમંગ સારું કામ કરી રહ્યો છે. મેં આ ફિલ્મનું થોડું શૂટિંગ કર્યું છે અને મારો આ અનુભવ શાનદાર રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે