બેંગલુરુઃ ભારતીય વાયુસેનાના પ્રમુખ જનરલ બિપિન રાવતે ગુરૂવારે અહીં એરોઈન્ડિયા શોમાં સ્વદેશી હલકા યુદ્ધ વિમાન તેજસમાં ઉડાન ભરી હતી. તેમણે આ યુદ્ધ જેટને 'અનોખું વિમાન' જણાવ્યું હતું, જે ભારતીય વાયુશક્તિમાં વધારો કરશે.
તેજસના બે સીટર ટ્રેઈનિંગ વિમાનમાં પાઈલટની પાછળ બેસીને જનરલરાવતે આકાશમાં ચક્કર કાપ્યું હતું. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા તૈયાર કરાયેલું આ વિમાનને એક દિવસ પહેલા જ એર શોમાં અંતિમ સંચાલન મંજૂરી (એઇઓસી) મળી હતી, જે તેનો સંકેત છે કે આ વિમાન મિશન માટે તૈયાર છે.
ભારતના આક્રમક વલણથી ડરેલા પાકિસ્તાને PoKના લોકોને કહ્યું- 'બંકરોમાં રહો'
જનરલ રાવતે બેંગલુરુના ઉત્તરમાં યલહાન્કા વાયુસેના સ્ટેશન પર ચક્કર લગાવ્યા બાદ જણાવ્યું કે, "આ હળવા યુદ્ધ વિમાનમાં ઉડાન ભરવું અનોખો અનુભવ છે." અડધા કલાકની ઉડાન બાદ તેમણે જણાવ્યું કે, 'આ અનુભવ યાદગાર રહેશે.' તેમણે જણાવ્યું કે, તેજસની ટેક્નોલોજી આધુનિક છે.
તેમણે જણાવ્યું કે, આ હળકા યુદ્ધ વિમાનની લક્ષ્યભેદી પ્રણાલી સારી છે. સેના પ્રમુખે જણાવ્યું કે, "જો તેને સેનામાં સામેલ કરાશે તો તેનાથી વાયુશક્તિમાં વધારો થશે." બુધવારે એરોઈન્ડિયા 2019ના પ્રથમ દિવસે આ વિમાનનું એફઓસી પ્રમાણપત્ર અને રિલીઝ સર્વિસ ડોક્યુમેન્ટ વાયુસેના પ્રમખુ એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆને સોંપાયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે