Home> Entertainment
Advertisement
Prev
Next

ત્રીજા દિવસે '2.0'નો BOX OFFICE ધમાકો, આટલા કરોડની થઈ કમાણી

સુપરસ્ટાર રજનીકાંત તેમજ અક્ષયકુમારની ફિલ્મ '2.0'એ પહેલા દિવસે જ 100 કરોડ રૂ.ની કમાણીનો આંકડો પાર કરી લીધો છે

ત્રીજા દિવસે '2.0'નો BOX OFFICE ધમાકો, આટલા કરોડની થઈ કમાણી

નવી દિલ્હી : આ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મ '2.0' કમાણીના મામલે પહેલા જ દિવસથી બોક્સ ઓફિસ પર છવાયેલી છે. સુપરસ્ટાર રજનીકાંત તેમજ અક્ષયકુમારની ફિલ્મ '2.0'એ પહેલા જ દિવસે 100 કરોડ રૂ.ની કમાણીનો આંકડો પાર કરી લીધો હતો અને બે દિવસની અંદર આ ફિલ્મની કમાણી 190 કરોડ રૂ. સુધી પહોંચી ગઈ છે. આ ગણતરી પ્રમાણે રજનીકાંત બોક્સઓફિસના સાચા બાહુબલી સાબિત છે. આ ફિલ્મના હિન્દી વર્ઝને પહેલા દિવસે 20.25 કરોડ રૂ. અને બીજા દિવસે 19 કરોડ રૂ.ની કમાણી કરી છે. હવે આ ફિલ્મના હિન્દી વર્ઝનનું ત્રીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે. 

fallbacks

2.0 રિવ્યૂ : શું છે રજનીકાંત અને અક્કીની આ ફિલ્મની ખાસ વાત? જાણવા કરો ક્લિક

ફિલ્મ સમીક્ષક રમેશ બાલાએ આપેલી માહિતી પ્રમાણે '2.0'એ હિન્દી ભાષામાં ત્રીજા દિવસે કુલ 25 કરોડ રૂ.ની કમાણી કરવામાં સફળતા મેળવી છે. આ આંકડાઓ પ્રમાણે આ ફિલ્મે હિન્દી ભાષામાં કુલ 64.25 કરોડ રૂ.ની કમાણી કરી છે. આ એક મોટો આંકડો છે. નોંધનીય છે કે રજનીકાંત અને અક્ષયકુમારની '2.0' તામિલ, તેલુગુ અને હિન્દી ભાષામાં રિલીઝ થઈ છે અને હાલમાં માત્ર હિન્દીનું કલેક્શન સામે આવ્યું છે. તામિલ અને તેલુગુ ભાષાનું ત્રીજા દિવસનું કલેક્શન હજી સામે નથી આવ્યું. 

ફિલ્મ 2.0માં આગામી સમયમાં મોબાઈલ ફોનથી થનાર મુશ્કેલીઓને બતાવવામાં આવી છે. અક્ષય કુમારનો 'મોબાઈલ રખને વાલા હર આદમી હત્યારા' ડાયલોગ જ ઘણી મોટી વાત કહી જાય છે. આ ફિલ્મ 2 કલાક 28 મિનિટની છે.  જો તમે અક્ષયકુમાર અને રજનીકાંતના મોટા ચાહક હો તો આ ફિલ્મ ચૂકવા જેવી નથી. આ ફિલ્મને પાંચમાંથી સાડાત્રણ સ્ટાર આપી શકાય.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More