અમદાવાદ: લોકરક્ષક દળની પરીક્ષા રદ થતા રાજ્યમાં પરીક્ષાર્થીઓને મોટી સંખ્યામાં ભારે હાલાકીનો સમાનો કરવો પડી રહ્યો છે. સરકારના પર સુરક્ષા વ્યવસ્થાને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. રાજ્યમાં પોલીસ વડા દ્વારા પેપર લીક થતા તપાસના આદેશ આપી દેવામાં આવી છે. પેપર લીક થતા સરકારની ભરતી પ્રક્રિયા પર સવાલો ઉઠી રહ્યા છે. આ એક પ્રકારનું ભરતી કૌભાંડ છે, કે ભષ્ટ્રાચાર તેના પર સૌથી મોટો સવાલ ઉભો થાય છે.
પેપર લીક થતા પરીક્ષાર્થીઓમાં મોટી સંખ્યામાં રોષ જોવા મળી રહ્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થવા પર ભાજપ સરકાર પર અનેક સાવાલો ઉઠી રહ્યા છે. પરીક્ષાર્થીઓ દ્વારા લોકો આ રાજ્યના અનેક વિસ્તારોમાં વિરોધ શરૂ કરી દેવામાં આવ્યો છે. પેપરમાં પુછવામાં આવેવા પ્રશ્નોનોના જવાબ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જાણ થઇ કે પેપર લીક થયું છે, ગાંધીનગરથી વિકાસ સહાય દ્વારા માહિતી આપવામાં આવી કે પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. અને તેમણે પત્રકાર પરિષદ યોજીને આ રદ થયેલી પરીક્ષાની જાણકારી આપી હતી. અને પરીક્ષાર્થીઓની માફી માંગી હતી.
વધુમાં વાંચો...લોકરક્ષક દળનું પેપર લીક થતા પરીક્ષા રદ્દ, જવાબદાર લોકો સામે થશે કાયદેસરની કાર્યવાહી
સરકાર પર ઉઠી રહ્યા છે આ સવાલો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે