Home> Entertainment
Advertisement
Prev
Next

Box Office Collection Day 1: પહેલા દિવસે રણવીર સિંહની સિમ્બાએ કરી છાપરાફાડ કમાણી

રોહિત શેટ્ટીએ જ્યારથી રણવીર સિંહને લઈને સિમ્બા બનાવવાની જાહેરાત કરી ત્યારથી આ ફિલ્મ પર બધાની નજર હતી

Box Office Collection Day 1: પહેલા દિવસે રણવીર સિંહની સિમ્બાએ કરી છાપરાફાડ કમાણી

મુંબઈ : બોલિવૂડ ડિરેક્ટર રોહિત શેટ્ટી ઇન્ડસ્ટ્રીના તમામ ડિરેક્ટર્સથી અલગ છે. તે પોતાની ફિલ્મ આત્મવિશ્વાસથી બનાવે છે જેના કારણે દર્શક પણ ફિલ્મ પસંદ કરે છે. 2018માં અનેક બિગ બજેટ ફિલ્મ ફ્લોપ થઈ છે પણ સિમ્બા બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ વિવેચકો તેમજ દર્શકોને એમ બંનેને ગમી છે. 

fallbacks

fallbacks

સિમ્બાને પહેલા દિવસે બોક્સઓફિસ પર જબરદસ્ત ઓપનિંગ મળ્યું હતું અને તે પહેલા જ દિવસે 22 કરોડ કમાઈ ગઈ છે. જો આ ફિલ્મ આટલી જ જબરદસ્ત કમાણી કરશે તો ત્રણ-ચાર દિવસમાં બજેટ જેટલી કમાણી કરી લેશે. ફિલ્મ લગભગ 90 કરોડના ખર્ચે બની છે. સિમ્બા તેલુગુ હિટ ટેમ્પરની ઓફિશિયલ રિમેક છે જેમાં રણવીર સિંહ અનૈતિક પોલીસ ઓફિસર સંગ્રામ ભાલેરાવનો રોલ ભજવે છે. તે જેને નાની બહેન માનતો હોય છે તે 19 વર્ષની મેડિકલ સ્ટુડન્ટ પર રેપ થતા તેનું જીવન બદલાઈ જાય છે.

અમિતાભ બચ્ચનને સુપરસ્ટાર બનાવનાર વ્યક્તિ મરણપથારીએ, બિગ બી પણ પહોંચ્યા ભગવાનના શરણે !

રણવીર સિંહને આ વર્ષ ખરેખર ફળ્યું છે. આ વર્ષે જાન્યુઆરીમાં રીલીઝ થયેલી પદ્માવતમાં અલ્લાઉદ્દીન ખિલજીના પાત્ર માટે તેને ઘણી સરાહના મળી હતી. વર્ષના છેલ્લા મહિનામાં તેની સિમ્બાને પણ દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 'સિમ્બા'માં પોતાની એક્ટિંગથી સારા અલી ખાને બધાને પ્રભાવિત કર્યા છે. આ સંજોગોમાં કહી શકાય કે સૈફ અને અમૃતાની દીકરી 2018ની સૌથી મોટી શોધ છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More