Home> Entertainment
Advertisement
Prev
Next

Simmba : થિયેટરની છત પર ચડીને નાચવા લાગ્યો રણવીર, આખા દિવસનો થાક ઉતારી દેશે વીડિયો

બોલિવૂડ એક્ટર રણવીર સિંહની લેટેસ્ટ ફિલ્મ સિમ્બા 28 ડિસેમ્બરે બોક્સઓફિસ પર રિલીઝ થઈ છે

Simmba : થિયેટરની છત પર ચડીને નાચવા લાગ્યો રણવીર, આખા દિવસનો થાક ઉતારી દેશે વીડિયો

મુંબઈ : બોલિવૂડ એક્ટર રણવીર સિંહની લેટેસ્ટ ફિલ્મ સિમ્બા 28 ડિસેમ્બરે બોક્સઓફિસ પર રિલીઝ થઈ છે અને ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મમાં સારા અલી ખાન મહત્વનો રોલ કરી રહી છે. રણવીરના જોશ અને એનર્જીના કારણે તેને બોલિવૂડનું પાવરહાઉસ કહેવામાં આવે છે. તેની નાનીનાની હરકતો ચાહકોનું દિલ જીતી લે છે. 

fallbacks

હાલમાં રણવીર સિંહનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે જેમાં તે થિયેટરની છત પર ચડીને નાચી રહ્યો છે. હકીકતમાં રણવીર પોતાની ફિલ્મના પ્રમોશન માટે મુંબઈના કેટલાક થિયેટર્સમાં ગયો હતો. અહીં તે પોતાના ચાહકોને મળ્યો હતો. મુંબઈના ગેઇટી ગેલેક્સી થિયેટરમાં તો સિનેમાઘરની છત પર ચડીને નાચવા લાગ્યો. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

He is born to rule #ranveersingh

A post shared by Viral Bhayani (@viralbhayani) on

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Things only #RanveerSingh can do 😀👌 #Simmba #gaietygalaxy #actor #bollywood #whatsinthenews

A post shared by Whatsinthenews (@_whatsinthenews) on

આ ફિલ્મમાં રણવીરના કામના બહુ વખાણ થઈ રહ્યા છે. આ વર્ષે રિલીઝ થયેલી રણવીરની આ બીજી ફિલ્મ છે. તેની પહેલી ફિલ્મ પદ્માવત હતી જેમાં તેણે અલાઉદ્દીન ખીલજીનો રોલ કર્યો હતો અને તેનો આ રોલ દર્શકોને બહુ પસંદ પડ્યો હતો. હવે તે પોતાની બીજી ફિલ્મમાં પણ છવાઈ ગયો છે. 

Box Office Collection Day 1: પહેલા દિવસે રણવીર સિંહની સિમ્બાએ કરી છાપરાફાડ કમાણી

સિમ્બાને પહેલા દિવસે બોક્સઓફિસ પર જબરદસ્ત ઓપનિંગ મળ્યું હતું અને તે પહેલા જ દિવસે 22 કરોડ કમાઈ ગઈ છે. જો આ ફિલ્મ આટલી જ જબરદસ્ત કમાણી કરશે તો ત્રણ-ચાર દિવસમાં બજેટ જેટલી કમાણી કરી લેશે. ફિલ્મ લગભગ 90 કરોડના ખર્ચે બની છે. સિમ્બા તેલુગુ હિટ ટેમ્પરની ઓફિશિયલ રિમેક છે જેમાં રણવીર સિંહ અનૈતિક પોલીસ ઓફિસર સંગ્રામ ભાલેરાવનો રોલ ભજવે છે. તે જેને નાની બહેન માનતો હોય છે તે 19 વર્ષની મેડિકલ સ્ટુડન્ટ પર રેપ થતા તેનું જીવન બદલાઈ જાય છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More