Home> Entertainment
Advertisement
Prev
Next

BOX OFFICE પર છવાયેલો રહ્યો કંગનાનો જાદુ, ત્રણ દિવસમાં 'મણિકર્ણિકા'એ કરી છપ્પરફાડ કમાણી

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની ફિલ્મ 'મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસી' હાલમાં બોકસ ઓફિસ પર છવાયેલી છે

BOX OFFICE પર છવાયેલો રહ્યો કંગનાનો જાદુ, ત્રણ દિવસમાં 'મણિકર્ણિકા'એ કરી છપ્પરફાડ કમાણી

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની ફિલ્મ 'મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસી' હાલમાં બોકસ ઓફિસ પર છવાયેલી છે. પ્રજાસત્તાક દિવસે રિલીઝ થયેલી આ ફિલ્મ ચર્ચામાં છે. ફિલ્મમાં લોકોને કંગનાની એક્ટિંગ પસંદ પડી છે અને આ કારણે જ ફિલ્મ પહેલા દિવસથી બોક્સ ઓફિસ પર છવાયેલી છે. હવે આ ફિલ્મનું ત્રીજા દિવસનું કલેક્શન પણ સામે આવ્યું છે. 

fallbacks

વરૂણ ધવન, ગર્લફ્રેન્ડ નતાશા દલાલ અને એક મોટા સમાચાર, જાણવા કરો ક્લિક...

fallbacks

fallbacks

fallbacks

લેટેસ્ટ આંકડા પ્રમાણે મણિકર્ણિકાએ ત્રીજા દિવસે 15.70 કરોડ રૂપિયાની અને બીજા દિવસે 18.10 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શ અનુસાર કંગનાની ફિલ્મ મણિકર્ણિકાએ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 8.75 કરોડ રૂપિયાની કમાણી કરીને સફળતા મેળવી છે. આમ, આ ફિલ્મે અત્યાર સુધી 42.55 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ મણિકર્ણિકાઃ ધ ક્વિન ઓફ ઝાંસી શુક્રવાર (25 જાન્યુઆરી)એ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કંગના સિવાય અતુલ કુલકર્ણી, જિશુ સેનગુપ્તા, સુરેશ ઓબરોય, ડૈની અને અંકિતા લોખંડે મહત્વની ભૂમિકામાં છે. 

રાધા કૃષ્ણ, જગરલામુડી અને કંગનાના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલૂગુ ભાષામાં રિલીઝ થઈ છે. દેશની આઝાદીની લડાઈમાં ઝાંસીની રાનીનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. કહેવાય છે કે તેની આંખોમાંથી ક્રાંતિ અને ગુસ્સો વરસતો હતો અને ફિલ્મમાં તે ક્રાંતિ અને ગુસ્સો કંગનાની આંખોમાં જોવા મળે છે. ફિલ્મમાં કંગનાનો અભિયન અને નિર્દેશન શાનદાર છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More