Home> Sports
Advertisement
Prev
Next

INDvsNZ: હાર્દિકનું વાપસી મેચમાં શાનદાર પ્રદર્શન, ઝડપી 2 વિકેટ

હાર્દિક પંડ્યાએ ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં વાપસી કરતા બે વિકેટ ઝડપી અને એક શાનદાર કેચ લીધો હતો. 

INDvsNZ: હાર્દિકનું વાપસી મેચમાં શાનદાર પ્રદર્શન, ઝડપી 2 વિકેટ

નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે સિરીઝની ત્રીજી મેચમાં હાર્દિક પંડ્યાએ વાપસી કરતા પ્રથમ ઈનિંગમાં પોતાનું મહત્વ સાબિત કર્યું છે. પહેલા હાર્દિક પંડ્યાએ કેપ્ટન કેન વિલિયમસનનો શાનદાર કેચ ઝડપીને ન્યૂઝીલેન્ડને બેકફૂટ પર લાબી દીધું. ત્યારબાદ તેણે બોલિંગમાં પણ દમદાર પ્રદર્શન કર્યું અને ટીમ માટે બે વિકેટ ઝડપી હતી. હાર્દિકે ફરી એકવાર કેપ્ટનના વિશ્વાસને યોગ્ય સાબિત કર્યો છે. 

fallbacks

હાર્દિકે છેલ્લે ચાર મહિના પહેલા ટીમ ઈન્ડિયા માટે મેચ રમી હતી. સપ્ટેમ્બરમાં એસિયા કપ દરમિયાન તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ મહિને વનડે સિરીઝમાં વાપસી કરવાનો હતો પરંતુ એક વિવાદાસ્પદ નિવેદનને કારણે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. હાલમાં આ ઘટનાની તપાસ ચાલી રહી છે. 

રણજી ટ્રોફીના સેમીફાઇનલ મેચમાં ચેતેશ્વર પૂજારાને દર્શકોએ કહ્યો- ચીટર
 

ચહલના બોલ પર હાર્દિકનો કમાલ
ઈનિંગની 17મી ઓવરમાં યુજવેન્દ્ર ચહલના બોલ પર આગળ વધીને મિડ વિકેટ તરફ શોટ રમ્યો પરંતુ બોલને નીચો ન રાખી શક્યો. તો શોર્ટ મિડ વિકેટ પર હાર્દિક પંડ્યા ઉભો હતો તેણે પોતાની ડાબી તરફ શાનદાર ડ્રાઇવ લગાવી અને કેચ ઝડપી લીધો હતો. આ કારણે વિલિયમસને પેવેલિયન પરત જવું પડ્યું હતું. પંડ્યાએ કેચ પકડીને તે રીતે જશ્ન ન મનાવ્યો જે રીતે તે મનાવે છે. 

VIDEO: હાર્દિક પંડ્યાએ પકડ્યો સુપર મેન કેચ, વિલિયમસન લાચાર 
 

બે વિકેટ ઝડપી ટીમને કરાવી વાપસી
38મી ઓવરમાં ટોમ લાથમ આઉટ થયા બાદ હાર્દિક પંડ્યાએ એક બાદ એક એમ બે વિકેટ ઝડપીને ટીમ ઈન્ડિયાને વાપસી કરાવી હતી. હાર્દિકે હેનરી નિકોલ્સ અને મિચેલ સેન્ટનરને વિકેટની પાછળ દિનેશ કાર્તિકના હાથે કેચ કરાવીને ન્યૂઝીલેન્ડની ગતી પર વિરામ લગાવ્યો હતો. તેણે 10 ઓવરમાં 45 રન આપીને બે સફળતા મેળવી હતી. ત્યારબાદ ન્યૂઝીલેન્ડની ટીમ 49 ઓવરમાં 243 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. 

ટીમ ઈન્ડિયા હાલ પાંચ મેચોની સિરીઝમાં 2-0થી આગળ ચાલી રહ્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More