Home> Entertainment
Advertisement
Prev
Next

રાહુલ બોઝના જે 2 કેળાના 442 રૂપિયા વસૂલાયા હતા, તે અંગે આવ્યા મોટા સમાચાર

ગત દિવસોમાં એક્ટર રાહુલ બોઝનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં તેમણે ચંડીગઢની એક હોટલના બે કેળાના 442 રૂપિયાનું બિલ બતાવવામાં આવ્યું હતું. પરંતુ આજે રાહુલના જન્મદિવસ પર તેમના વીડિયો પર સરકારના એક્શનના સમચારા સામે આવ્યા છે. એક્ટર અને ડાયરેક્ટર રાહુલ બોઝના કેળાવાળા વીડિયો પર હવે હોટલવાળા પર 50 ગણો દંડ લગાવવામાં આવ્યો છે. 

રાહુલ બોઝના જે 2 કેળાના 442 રૂપિયા વસૂલાયા હતા, તે અંગે આવ્યા મોટા સમાચાર

નવી દિલ્હી :ગત દિવસોમાં એક્ટર રાહુલ બોઝનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં તેમણે ચંડીગઢની એક હોટલના બે કેળાના 442 રૂપિયાનું બિલ બતાવવામાં આવ્યું હતું. પરંતુ આજે રાહુલના જન્મદિવસ પર તેમના વીડિયો પર સરકારના એક્શનના સમચારા સામે આવ્યા છે. એક્ટર અને ડાયરેક્ટર રાહુલ બોઝના કેળાવાળા વીડિયો પર હવે હોટલવાળા પર 50 ગણો દંડ લગાવવામાં આવ્યો છે. 

fallbacks

Pics : TMC સાંસદ નુસરત જહાંના આ અંદાજથી સંસદમાં સો ટકા આગ લાગશે...

આ સપ્તાહની શરૂઆતમાં રાહુલ બોઝના વીડિયોએ સોશિયલ પર તહેલકો મચાવ્યો હતો. વીડિયોમાં અભિનેતાએ જણાવ્યું હતું કે, ચંડીગઢના જેડબલ્યુ મૈરિયટ હોટલમાં રહેવા દરમિયાન તેમણે બે કેળા માટે 442.50 રૂપિયા ચૂકવ્યા હતા. ત્યારે હવે ડીએનએ પાસેથી મળેલી માહિતી અનુસાર, હવે આ હોટલ પર 25000 રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ વીડિયોમાં રાહુલે સમગ્ર સ્થિતિને સ્પષ્ટ કરતા લખ્યું હતું કે, તમારે આ વિશ્વાસ કરવા માટે જોવું પડશે. કોણે કહ્યું કે, આ ફળ તમારા અસ્તિત્વ માટે હાનિકારક નથી. @JWMarriottChd પર તમામ અદભૂત લોકોને પૂછો.

fallbacks

અધિકારીએ કહ્યું...
હોટલ પર દંડ મામલે અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, એક દિવસ પહેલા, ડ્યુટી એક્સાઈઝ એન્ડ ટેક્સેશન ડિપાર્ટમેન્ટની ટીમે હોટલમાં વેચાણ સંબંધિત દસ્તાવેજનો પણ તપાસવા માટે જપ્ત કર્યા હતા કે, શું તેઓ નિયમિત રીતે સંબંધિત ટેક્સ વિભાગને ટેક્સ અને કાગળો જમા કરે છે કે નહિ. અમે તમામ પ્રકારના ઉલ્લંઘનોની તપાસ કરી રહ્યાં છે અને તેના અનુસાર હોટલ અધિકારીઓની વિરુદ્ધ કાર્યવાહી કરીશું. 

ઉલ્લેખનીય છે કે, આજે રાહુલ બોઝનો 52મો જન્મદિવસ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો રાહુલે છેલ્લા કમલ હસન સ્ટારર ફિલ્મ વિશ્વરૂપમમાં કામ કર્યું હતું. હાલ તેઓ ચંડીગઢમાં એક વેબસીરીઝ માટે શુટિંગ કરી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More