Home> India
Advertisement
Prev
Next

કાશ્મીરમાં વધુ 10,000 જવાનોની તહેનાતી, અકળાયેલા મહેબુબાએ કાઢ્યો બળાપો

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલના કાશ્મીર પ્રવાસ બાદ ત્યાં 10,000 વધારાના સુરક્ષા દળો તહેનાત કરવાનો નિર્ણય લેવાયો છે.

કાશ્મીરમાં વધુ 10,000 જવાનોની તહેનાતી, અકળાયેલા મહેબુબાએ કાઢ્યો બળાપો

નવી દિલ્હી: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલના કાશ્મીર પ્રવાસ બાદ ત્યાં 10,000 વધારાના સુરક્ષા દળો તહેનાત કરવાનો નિર્ણય લેવાયો છે. કેટલાક જવાનો તો ત્યાં પહોંચી પણ ગયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી બહાર પડાયેલા આદેશમાં કહેવાયું છે કે આ તહેનાતીથી કાશ્મીરમાં આતંકી નેટવર્કને ધ્વસ્ત કરવાનું અભિયાન મજબુત થશે. આ સાથે જ રાજ્યમાં કાયદો વ્યવસ્થા ચુસ્ત રાખવામાં પણ મદદ મળશે. જો કે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી મહેબુબા મુફ્તી અકળાયા છે. તેમણે ટ્વીટ કરીને આક્રોશ ઠાલવતા કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી કાશ્મીર ઘાટીમાં કરાયેલી 10,000 જવાનોની તહેનાતીથી લોકોમાં ડર ફેલાઈ રહ્યો છે. 

fallbacks

તેમણે કહ્યું કે કાશ્મીર ઘાટીમાં આમ પણ સુરક્ષા દળોની કોઈ કમી નથી. જમ્મુ અને કાશ્મીર રાજકીય સમસ્યા છે. સેના તેનો ઉકેલ નથી. કેન્દ્ર સરકારે આ મામલે ફરીથી વિચાર કરીને પોતાની નીતિઓમાં બદલાવ લાવવાની જરૂર છે. 

અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરમાં ગૃહ મંત્રાલયે આદેશ બહાર પાડીને સુરક્ષાદળોની વધારાની 100 ટુકડીઓ તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. જે મુજબ સીઆરપીએફની 50 વધારાની ટુકડીઓ જમ્મુ અને કાશ્મીરમા તહેનાત થશે. આ સાથે જ દિલ્હીથી સીઆરપીએફની 9 વધારાની ટુકડીઓ કાશ્મીર ઘાટીમાં મોકલાશે. 

જુઓ LIVE TV

જમ્મુ અને કાશ્મીરમાં સીઆરપીએફ ઉપરાંત બીએસએફ, સશસ્ત્ર સીમા બળ (એસએસબી) અને ઈન્ડો તિબ્બતન બોર્ડર પોલીસ (આઈટીબીપી)ની કંપનીઓ પણ તહેનાત કરાશે. અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરમાં પહેલેથી જ 40,000 સુરક્ષાદળો તહેનાત છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More