Home> Entertainment
Advertisement
Prev
Next

હોલીવુડના ફેમસ એક્ટરે પુત્રીનું નામ કેમ રાખ્યું 'India', વાંચો પુરી સ્ટોરી

ક્રિસ હેમ્સવર્થ (Chris Hemsworth)એ 2019માં પોતાની ફિલ્મ મેન ઇન બ્લેક: ઇન્ટરનેશનલ (Men in Black: International)ના પ્રમોશન દરમિયાન તેમની પુત્રીનું ઇન્ડિયા રાખવાનું કારણ જણાવ્યું હતું.

હોલીવુડના ફેમસ એક્ટરે પુત્રીનું નામ કેમ રાખ્યું 'India', વાંચો પુરી સ્ટોરી

નવી દિલ્હી: હોલીવુડ અભિનેતા ક્રિસ હેમ્સવર્થ (Chris Hemsworth)નો ભારત સાથે જૂના નાતો છે. રસપ્રદ એ છે કે તેમણે પોતાની પુત્રીનું નામ પણ ઇન્ડિયા (Bharat) રાખ્યું છે. આ નામને લઇને હેમ્સવર્થના ફેન્સના મનમાં મોટાભાગે સવાલ થાય છે કે આખરે તેમણે પોતાની પુત્રીના નામ ઇન્ડિયા કેમ રાખ્યું? દરેક તેના પાછળનું કારણ જાણવા માંગે છે. ક્રિસ પોતે પણ આ વિશે પોતાની એક ફિલ્મના પ્રમોશન વખતે ખુલાસો કરી ચૂક્યા છે. 

fallbacks

ક્રિસ હેમ્સવર્થ (Chris Hemsworth)એ 2019માં પોતાની ફિલ્મ મેન ઇન બ્લેક: ઇન્ટરનેશનલ (Men in Black: International)ના પ્રમોશન દરમિયાન તેમની પુત્રીનું ઇન્ડિયા રાખવાનું કારણ જણાવ્યું હતું. ક્રિસ હેમ્સવર્થએ જણાવ્યું કે તેમની પત્ની એલ્સા પૈટકી (Elsa Pataky)એ ભારતમાં લાંબો સમય વિતાવ્યો છે અને તેના કારણે તેમણે પોતાની પુત્રીના પણ આ દેશના ઉપરથી રાખ્યું. ક્રિસ હેમ્સવર્થની પત્ની એલ્સા એક મોડલ અને અભિનેત્રી છે. ઇન્ડિયા ઉપરાંત ક્રિસ અને એલ્સાની બીજી બે પુત્રીઓ સાશા ( Sasha Hemsworth) અને ટ્રિસ્ટન (Tristan Hemsworth) છે. ઇન્ડિયાનું પુરૂ નામ India Rose Hemsworth છે ક્રિસની મોટી પુત્રી છે.

તમને જણાવી દઇએ કે ક્રિસને પણ ભારત સાથે ખૂબ લગાવ છે. તેમણે પણ અહીં આવીને તમામ શહેરોમાં પોતાનો સમય પસાર કર્યો છે. એક્સટ્રૈક્શન મૂવીની શૂટિંગ વખતે ક્રિસ અમદાવાદ અને મુંબઇ પણ આવ્યા હતા. તેમણે અહીંના લોક અને જગ્યાઓ પ્રત્યે પોતાનો પ્રેમ પણ વ્યક્ત કર્યો હતો. 

તેમણે કહ્યું કે ''હું અહીં લોકો અને તેમની જગ્યા સાથે પ્રેમ કરું છું. ત્યાં શૂટિંગ કરવું... દરરોજ સ્ટ્રીટ પર હજારો લોકો હોય છે અને સેટ પર આ પ્રકારનો અનુભવ મેં પહેલાં ક્યારેય કર્યો નથી. આ એક્સાઇટિંગ હતું કારણે ઘણા લોકો હતા.'

તેમણે કહ્યું કે 'મારી પાસે ત્યાંના લોકો સાથે થઇ વાતચીતની સારી યાદો, ઉર્જા અને પોઝિટિવિટી છે. ત્યાં શૂટિંગની અસલી મજા હતી. અમે ત્યાં પહેલાં ક્યારેય શૂટ કર્યું નથી. ક્રૂ ને જોઇને એવું લાગતું હતું કે આ પ્રકારે શૂટ થયેલી ફિલ્મો ત્યાં વધુ નથી એટલા માટે તેમાં એક પ્રકારની ઓરિજિનાલિટી હતી.'

તાજેતરમાં જ ક્રિસ બોલીવુડ એક્ટર રણદીપ હુડ્ડાની સાથે ફિલ્મ એક્સટ્રેશન (Extraction) માં જોવા મળ્યા હતા. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More