અમદાવાદ : આવતી કાલે 12 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીનો તહેવાર છે. દર વર્ષે શહેરનાં તમામ કૃષ્ણ મંદિર, હવેલી, ઇસ્કોન મંદિર, જગન્નાથ મંદિર, ભાડજ ઇસ્કોન મંદિર સહીતનાં મોટા ભાગનાં મંદિરોમાં આઠમની તહેવારમાં ભારે ભીડ રહેતી હોય છે. જો કે આ વર્ષે કોરોના મહામારીના કારણે તમામ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી બંધ રાખવામાં આવી છે. મોટાભાગના મંદિરોમાં રાત્રે મંદિરના પુજારીઓ ભગવાનનાં જન્મોત્સવની ઉજવણી કરશે. કોઇ પણ ભક્તોને મંદિરોમાં પ્રવેશ નહી મળે.
સુરત : આપઘાત કરવા જઇ રહેલા ભાઇને બચાવવા જતા બહેનનું મોત નિપજ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, કૃષ્ણમંદિરોનું મહત્વનું સ્થાન તેવું દ્વારકા મંદિર પણ કોરોનાની મહામારીના કારણે બંધ રહેશે. તમામ ઉજવણી મોકુફ રાખવામાં આવી છે. મંદિર પણ બંધ રાખવામાં આવ્યું છે. માત્ર પુજારીઓ દ્વારા તમામ ધાર્મિક વિધિ બંધ બારણે કરવામાં આવશે. જો કે તેનું લાઇવ પ્રસારણ જોઇ શકાશે.
ગુજરાત: કોરોનાના કહેર વચ્ચે ભાજપ અને કોંગ્રેસ પેટાચૂંટણી મોડી કરાવવા પક્ષધર
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારીને ધ્યાને રાખીને મોટા ભાગના મંદિરો દ્વારા સ્વૈચ્છીક બંધ જાહેર કરવામાં આવ્યું છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ટીમ દ્વારા અમદાવાદના તમામ મંદિરોના સંચાલકો અને મહંતો સાથે મંત્રણા કરીને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર અંગે સમજ આપી હતી. આ મુદ્દે દરેક મંદિરે હકારાત્મક અભિગમ અપનાવી કૃષ્ણ જન્મોત્સવ રદ્દ કરવાની જાહેરાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે