Home> Entertainment
Advertisement
Prev
Next

'દે દે પ્યાર દે'ની કહાણી પરથી તબ્બૂએ ઉઠાવ્યો પડદો, આપી મોટી હિંટ!

તબ્બૂ મંગળવારે અહીં 'દે દે પ્યાર દે'ના ટ્રેલર લોન્ચના અવસર પર સાથી કલાકારો અજય દેવગણ અને રકુલ પ્રીત સિંહ નિર્દેશક આકિવ અલી અને નિર્માતા લવ રંજને મીડિયા સાથે વાતચીત કરી હતી. 

'દે દે પ્યાર દે'ની કહાણી પરથી તબ્બૂએ ઉઠાવ્યો પડદો, આપી મોટી હિંટ!

નવી દિલ્હી: જાણિતી અભિનેત્રીનું કહેવું છે કે સિનેમા હંમેશા સમાજની તસવીર રજૂ કરે છે અને તે તેનાથી અલગ નથી. તેમની આગામી ફિલ્મ 'દે દે પ્યાર દે'માં લગભગ 50 વર્ષીય પુરૂષ અને એક 26 વર્ષીય છોકરીનો પ્રેમ સંબંધ દર્શાવવામાં આવ્યો છે. તબ્બૂ મંગળવારે અહીં 'દે દે પ્યાર દે'ના ટ્રેલર લોન્ચના અવસર પર સાથી કલાકારો અજય દેવગણ અને રકુલ પ્રીત સિંહ નિર્દેશક આકિવ અલી અને નિર્માતા લવ રંજને મીડિયા સાથે વાતચીત કરી હતી. 

fallbacks

હિંદી સિનેમામાં પહેલાં પણ આ પ્રકારના પ્રયોગ થતા રહ્યા છે જેમાંથી એક ફિલ્મ 'ચીની કમ'માં તબ્બૂ પણ કામ કરી ચૂકી છે. હિંદી ફિલ્મોમાં શું ક્યારેય એવો સમય આવશે જ્યારે આવા મહિલા પાત્ર બતાવવામાં આવશે જેની ઉંમર તેના પ્રેમી કરતાં વધુ હશે? 

તેના જવાબમાં તબ્બૂએ કહ્યું 'જો કેટલીક વસ્તુઓ સમાજમાં સ્વિકારવામાં આવે છે તો મને લાગે છે કે ફિલ્મો તે બતાવે છે. મને લાગે છે કે મોટી ઉંમરના પુરૂષ અને નાની ઉંમરની મહિલાના પ્રેમનો કોન્સેપ્ટ સમાજમાં વધુ વ્યાપક રીતે સ્વિકારવામાં આવ્યો છે, તો આ પ્રકારની ફિલ્મો વધુ બને છે. અમે પુરો વિશ્વાસ છે કે સમાજના રીત રીવાજ અને આપણી જીવન જીવવાની રીત સિનેમા બતાવે છે કારણ કે સિનેમા અલગથી ચાલતું નથી. 

ફિલ્મના અભિનેતા અજય દેવગણ લાંબા સમય બાદ કોમેડીમાં પરત ફરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ ખૂબ મજેદાર અનુભવ છે. ટી-સીરીઝ અને લવ રંજન ફિલ્મ્સ દ્વારા નિર્મિત 'દે દે પ્યાર દે' 17 મેના રોજ રિલીઝ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More