Home> Entertainment
Advertisement
Prev
Next

Shocking! ડ્રગ્સના રવાડે ચડી ગયો આ લોકપ્રિય કોમેડિયન? રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ

ધ કપિલ શર્મા શો ફેમ કોમેડિયન એક્ટર સિદ્ધાર્થ સાગર રિહેબિલિટેશન સેન્ટરમાં એડમિટ કરવામાં આવ્યો છે.

Shocking! ડ્રગ્સના રવાડે ચડી ગયો આ લોકપ્રિય કોમેડિયન? રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ

નવી દિલ્હી: ધ કપિલ શર્મા શો ફેમ કોમેડિયન એક્ટર સિદ્ધાર્થ સાગર રિહેબિલિટેશન સેન્ટરમાં એડમિટ કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સ મુજબ સિદ્ધાર્થ પોતાની જૂની આદતો પર પાછો આવી ગયો અને આ કારણે તેને રિહેબ સેન્ટરમાં દાખલ કરવો પડ્યો. 26 ઓગસ્ટના રોજ મુંબઈ પોલીસને તે ખુબ જ ખરાબ હાલતમાં મળી આવ્યો હતો અને ત્યારબાદ તેની માતાનો સંપર્ક કરાયો અને તેમને તેમના પુત્રની હાલત અંગે જાણકારી આપવામાં આવી. ત્યારબાદ સિદ્ધાર્થની માતાએ પુત્રને રિહેબ સેન્ટરમાં દાખલ કરાવ્યો. 

fallbacks

પેરેન્ટ્સની ગેરહાજરીમાં ડ્રગ્સના રવાડે?
ઈટાઈમ્સ સાથે વાતચીતમાં સિદ્ધાર્થની માતાએ કહ્યું કે તેમણે હંમેશા પુત્રને ડ્રગ્સથી દૂર રાખવાની કોશિશ કરી. તેઓ કહે છે કે હું હંમેશા તેની આજુબાજુ રહી, ક્યારેય તેને એકલો છોડ્યો નહીં. પરંતુ મારા બદનસીબે મારે મારા Pet ના કારણે દિલ્હી જવું પડ્યું. મારા પેટની સ્થિતિ સારી નહતી જે પછીથી દુનિયામાંથી વિદાય થઈ ગયો. જ્યારે અમે દિલ્હી પાછા ફર્યા ત્યારે સિદ્ધાર્થ વિશે ફોન આવ્યો. હું હજુ પણ સમજી શકતી નથી કે આખરે શું ખોટું થયું. 

બાઈપોલર છે સિદ્ધાર્થ સાગર?
સિદ્ધાર્થ સાગરની માતાએ વધુમાં જણાવ્યું કે તેમનો પુત્ર બાઈપોલર છે અને થોડા સમયથી તેણે દવાઓ લેવાની પણ બંધ કરી દીધી. જો કે કોમેડિયને થોડા વર્ષો પહેલા એક પ્રેસકોન્ફરન્સમાં આ વાતનો ઈન્કાર કર્યો હતો. તેણે કહ્યું હતું કે 'મને ખબર છે કે બાઈપોલર શું હોય છે અને મારામાં તેના કોઈ લક્ષણ નથી અને મારા પેરેન્ટ્સ મને ખાવાનામાં ડ્રગ્સ ભેળવીને આપતા હતા.'

અગાઉ પણ રિહેબ સેન્ટર ગયો હતો સિદ્ધાર્થ
અત્રે જણાવવાનું કે વર્ષ 2018માં સિદ્ધાર્થ સાગર થોડા સમય માટે ગાયબ થઈ ગયો હતો અને જ્યારે સામે આવ્યો તો તેણે પોતાની પરેશાની શેર કરી હતી અને કહ્યું હતું કે તે રિહેબિલિટેશન સેન્ટરમાં પોતાની પરેશાની સામે ઝઝૂમી રહ્યો હતો. 

સિદ્ધાર્થને ધ કપિલ શર્મા શો અને કોમેડી સર્કસથી લોકપ્રિયતા મળી હતી. કોમેડી સર્કસમાં સેલ્ફી મૌસીના તેના પાત્રને લોકોએ ખુબ પસંદ કર્યો હતો. સિદ્ધાર્થ છેલ્લીવાર ઝી કોમેડી શોમાં જોવા મળ્યો હતો. જેમાં ફરાહ ખાન જજ તરીકે જોવા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More