Home> Gujarat
Advertisement
Prev
Next

ભાવિના પટેલ પર થયો ભેટ સોગાદોનો વરસાદ, સરકાર ક્લાસ-1 અધિકારીની પોસ્ટ આપશે

ભારત માટે સિલ્વર મેડલ લાવનાર મહેસાણાના ભાવિના પટેલે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જેથી સરકાર પણ ખોલબે ભરીને ભાવિના પટેલ (Bhavina Patel) પર ભેટોની લ્હાણી કરી રહી છે. ત્યારે ગુજરાત સરકારે વધુ એક જાહેરાત કરી છે. પેરા ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલને રાજ્ય સરકાર વધુ એક ભેટ આપશે. ટોકિયો પેરાલિમ્પિક (Paralympics) માં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલને બિન સંવેદનશીલ જગ્યાએ ક્લાસ વન અધિકારી તરીકે નિમણૂંક અપાશે. 

ભાવિના પટેલ પર થયો ભેટ સોગાદોનો વરસાદ, સરકાર ક્લાસ-1 અધિકારીની પોસ્ટ આપશે

હિતલ પારેખ/ગાંધીનગર :ભારત માટે સિલ્વર મેડલ લાવનાર મહેસાણાના ભાવિના પટેલે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જેથી સરકાર પણ ખોલબે ભરીને ભાવિના પટેલ (Bhavina Patel) પર ભેટોની લ્હાણી કરી રહી છે. ત્યારે ગુજરાત સરકારે વધુ એક જાહેરાત કરી છે. પેરા ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલને રાજ્ય સરકાર વધુ એક ભેટ આપશે. ટોકિયો પેરાલિમ્પિક (Paralympics) માં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલને બિન સંવેદનશીલ જગ્યાએ ક્લાસ વન અધિકારી તરીકે નિમણૂંક અપાશે. 

fallbacks

રાજ્ય સરકાર દ્વારા ભાવિના પટેલને વર્ગ ૧ ની સરકારી અધિકારી તરીકેની નિમણૂંક આપવામાં આવશે. જો કે આ પહેલા ભાવિના પટેલ સાથે વાતચીત કરી નિમણૂંક અપાશે. રાજ્ય સરકાર (gujarat government) ના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓને બિન સંવેદનશીલ જગ્યા પર નિમણૂંક અપાશે. 

આ પણ વાંચો : વિદેશમાં રહેતા ગુજરાતી દાતાઓ હવે વધુ વતનપ્રેમ છલકાવી શકે તેવો નિર્ણય રૂપાણી સરકારે લીધો

આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ભાવિનાને 3 કરોડની રાશિ આપવાની પણ જાહેરાત કરાઈ છે. રાજ્યના ખેલ મંત્રી ઈશ્વર પટેલે આ જાહેરાત કરતા કહ્યું હતું કે, ગુજરાતનું ગૌરવ વધાવનાર દીકરી ભાવિના પટેલને રાજ્ય સરકાર સન્માનિત કરશે. ગુજરાત સરકાર ભાવિના પટેલે સિલ્વર મેડલ જીતતા 3 કરોડની રાશિ આપશે. ગુજરાતની દીકરીએ દેશનું નામ રોશન કર્યું છે. 

આ પણ વાંચો : સળગતો મુદ્દો : બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારનો કેતન ઈનામદારનો આક્ષેપ  

ટોક્યોમાં પેરાલિમ્પિક્સ (Praralympics 2021) માં ગુજરાતી ખેલાડીએ દેશનો ડંકો વગાડ્યો છે. ટોક્યો પેરાઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ મળ્યો છે. પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસ (table tennis) માં ભાવિના પટેલે સિલ્વર મેડલ (silver medal) જીત્યો છે. ફાઈનલમાં હાર છતાં ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો છે. આ સાથે જ પ્રધાનમંત્રી મોદીએ પણ ભાવિના પટેલને શુભચ્છા આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે, સિલ્વર મેડલ માટે અભિનંદન... તમારી જીવનયાત્રા પ્રેરક છે અને તે વધુ યુવાનોને રમતગમત તરફ ખેંચશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More