Home> Entertainment
Advertisement
Prev
Next

Shailesh Lodha Quits TMKOC: દયાભાભી બાદ શૈલેષ લોઢાએ છોડ્યો 'તારક મહેતા...', નવા શોનો થયો ખુલાસો

આ ટ્વીટમાં જે ટીઝર શેર કરવામાં આવ્યું છે તેમાં શૈલેષ લોઢા જોવા મળી રહ્યા છે. એવામાં આ શોના ટીઝરે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છોડવાની અટકળોને કંફોર્મ કરી દીધી છે. ખાસ વાત એ છે કે શૈલેષ લોઢા આ શો સાથે લગભગ 14 વર્ષથી જોડાયેલા છે. એવામાં શૈલેષ લોઢા દ્રારા આ છોડવાના સમાચાર ફેન્સ માટે આધાતથી ઓછા નથી. 

Shailesh Lodha Quits TMKOC: દયાભાભી બાદ શૈલેષ લોઢાએ છોડ્યો 'તારક મહેતા...', નવા શોનો થયો ખુલાસો

Shailesh Lodha Quits TMKOC: થોડા દિવસોથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) સીરિયલમાંથી શૈલેષ લોઢાના શો છોડવાના સમાચાર આવી રહ્યા છે. શૈલેષ લોઢા આ શોમાં જેઠાલાલના ખાસ મિત્રનું પાત્ર ભજવે છે. પરંતુ હવે આ સમાચારો પર એક ટ્વીટે મોહર લગાવી દીધી છે, ત્યારબાદથી સોશિયલ મીડિયા પર ટ્વીટસ નો વરસાદ થવા લાગ્યો છે. 

fallbacks

નવા શોના ટીઝરમાં જોવા મળ્યા શૈલેષ લોઢા
આ ટ્વીટમાં જે ટીઝર શેર કરવામાં આવ્યું છે તેમાં શૈલેષ લોઢા જોવા મળી રહ્યા છે. એવામાં આ શોના ટીઝરે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છોડવાની અટકળોને કંફોર્મ કરી દીધી છે. ખાસ વાત એ છે કે શૈલેષ લોઢા આ શો સાથે લગભગ 14 વર્ષથી જોડાયેલા છે. એવામાં શૈલેષ લોઢા દ્રારા આ છોડવાના સમાચાર ફેન્સ માટે આધાતથી ઓછા નથી. 

ટ્વીટે કર્યું કન્ફોર્મ
જોકે Shemaroo Tv ના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ થયું છે. આ ટ્વીટમાં કેપ્શન ઉપરાંત એક નાનકડો વીડિયો પણ રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં શૈલેષ લોઢા નવા શોમાં જોવા મળી રહયા છે. આ ટ્વીટમાં લખ્યું છે 'વાહ ભાઇ વાહ! ઓળખો તો જરા, કોણ છે આ, જે લઇને આવી રહ્યા છે નવો શો? જુઓ ટૂંક સમયમાં Shemaroo Tv પર.' 

દયાબેન બાદ છોડ્યો શો
શૈલેષ લોઢાનું આ શોને અલવિદા કહેવું ફેન્સ માટે આધાતજનક હશે કારણ કે ફેન્સ પહેલાંથી જ દયાબેનને મિસ કરી રહ્યા છે. અત્યાર સુધી શોના મેકર્સ જેમ તેમ આ શોની કહાનીને આગળ વધારી રહ્યા હતા. એવામાં બે પાત્રોનું શોમાંથી નિકળી જવું મેકર્સ માટે સમસ્યા ઉભી કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More