Home> Gujarat
Advertisement
Prev
Next

જુહાપુરામાં શું નથી મળતું? મામલતદાર કચેરી બહાર જ મળતું હતું ડ્રગ્સ પછી...

નશો કરવાના આદી બનેલા શખ્સે જ નશાનો વેપાર શરૂ કરી દીધો. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી આવા જ એક આરોપીની SOG ક્રાઇમેં ધરપકડ કરી છે. ડ્રગ્સ પેડલર પાસેથી લાખો રૂપિયાના MD ડ્રગ્સનો જથ્થો ઝપ્ત કરવામાં આવ્યો. પકડાયેલ આરોપી અમદાવાદના રાજા નામના પેડલર પાસેથી ડ્રગ્સનો જથ્થો લેતો હોવાનું સામે આવ્યું છે. 

જુહાપુરામાં શું નથી મળતું? મામલતદાર કચેરી બહાર જ મળતું હતું ડ્રગ્સ પછી...

મૌલિક ધામેચા/ અમદાવાદ : નશો કરવાના આદી બનેલા શખ્સે જ નશાનો વેપાર શરૂ કરી દીધો. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી આવા જ એક આરોપીની SOG ક્રાઇમેં ધરપકડ કરી છે. ડ્રગ્સ પેડલર પાસેથી લાખો રૂપિયાના MD ડ્રગ્સનો જથ્થો ઝપ્ત કરવામાં આવ્યો. પકડાયેલ આરોપી અમદાવાદના રાજા નામના પેડલર પાસેથી ડ્રગ્સનો જથ્થો લેતો હોવાનું સામે આવ્યું છે. 

fallbacks

રામોલ ડબલ મડર કેસ, પોલીસ આરોપી સુધી પોહચી અને હત્યા અંગે કર્યો એવો ખુલાસો કે....

પોલીસ કસ્ટડીમાં રહેલ સોહિલ ચૌહાણને SOG ક્રાઈમે ₹2.85 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. SOGએ બાતમી મળી હતી કે, વેજલપુર મામલતદાર કચેરી પાસે MD ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે SOG વોચ ગોઠવીને આરોપી સોહિલ ચૌહાણને MD ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડ્યો. અમદાવાદના રાજા નામના પેડલર પાસેથી આ સોહિલ ડ્રગ્સ લાવતો હોવાનું પોલીસ પૂછપરછમાં કબૂલ્યું છે. પકડાયેલ આરોપી અને ડ્રગ્સ પેડલર સોહિલ ચૌહાણ પહેલા સિફા હોસ્પિટલમાં નોકરી કરતો અને અન્ય એક મેડિકલ સ્ટોરમાં નોકરી કરી ચુકેલો છે. 

ઢોર કોણ છે? તંત્ર કે પશુ એ જ ખબર નથી પડતી, નવસારીમાં વધારે એક યુવાને જીવ ગુમાવ્યો

ત્યાંથી તે કફ સીરપ જેવા નશાના રવાડે ચઢ્યો હતો. તેવામાં સોહિલ રાજા નામના પેડલરના સંપર્કમાં આવતા જ રાજા પાસેથી સોહિલ ડ્રગ્સનો જથ્થો લાવી અને છૂટકમાં વેચાણ કરતો હતો. જેમાં એક પડીકીના 1500 થી 2000 રૂપિયામાં ડ્રગ્સની પડીકીઓ વેચતો હતો. જો કે આરોપી સોહિલ જુહાપુરા, સરખેજ અને વેજલપુરની ચ્હાની કીટલીઓ પર ડ્રગ્સની પડીકી વેચતો હતો. આરોપી સોહિલ પણ ડ્રગ્સનો બંધાણી છે. જેથી પોતાને ડ્રગ્સ પીવા પૈસા ન હોવાથી ડ્રગ્સ લાવી અને વેચતો અને પોતે પણ ડ્રગ્સનો નશો કરતો હતો. MD ડ્રગ્સના નેટવર્કમાં રાજા નામના શખ્સનું નામ સામે આવ્યું છે જેને પગલે SOGની ટીમે રાજા નામના પેડલરની શોધખોળ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More