Home> Entertainment
Advertisement
Prev
Next

Criminal Justice Season 4: આ તારીખે રિલીઝ થશે પંકજ ત્રિપાઠીની દમદાર વેબ સીરીઝ ક્રિમિનલ જસ્ટિસ સીઝન 4, અત્યારે જુઓ ટ્રેલર

Criminal Justice Season 4: પંજક ત્રિપાઠી ઓટીટી પર ફરીથી ક્રિમિનલ જસ્ટિસ વેબ સીરીઝ સાથે આવી રહ્યા છે. ક્રિમિનલ જસ્ટિસની ચોથી સીઝનનું ટ્રેલર રિલીઝ થયું છે અને સાથે જ રિલીઝ ડેટ પણ જાહેર થઈ ગઈ છે.
 

Criminal Justice Season 4: આ તારીખે રિલીઝ થશે પંકજ ત્રિપાઠીની દમદાર વેબ સીરીઝ ક્રિમિનલ જસ્ટિસ સીઝન 4, અત્યારે જુઓ ટ્રેલર

Criminal Justice Season 4: ઓટીટી પર માધવ મિશ્રા તરીકે દર્શકોના દિલમાં છાપ છોડનાર પંકજ ત્રિપાઠીની વેબ સીરીઝ ક્રિમીનલ જસ્ટિસની ચોથી સીઝન ગણતરીના દિવસોમાં રિલીઝ થવાની છે. આ વેબ સીરીઝનું ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને આ સીરીઝ ક્યારથી જોવા મળશે તે ડેટ પણ અનાઉન્સ કરી દેવામાં આવી છે. 

fallbacks

આ પણ વાંચો:

ક્રિમિનલ જસ્ટિસ એક લોકપ્રિય વેબ સીરીઝ છે જેની 3 સીઝન આવી ચુકી છે. હવે નવી સીઝન 29 મે થી જિયોહોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. આ સીઝનમાં પંકજ ત્રિપાઠી સાથે મોહમ્મદ જીશાન, સુરવીન ચાવલા, આશા નેગી, ખુશબૂ અત્રે, બરખા સિંહ, મીતા વશિષ્ઠ, શ્વેતા બસુ પ્રસાદ સહિતના કલાકારો જોવા મળશે. 

આ પણ વાંચો:

આ વખતે પણ સ્ટોરી એક પ્રભાવશાળી પરિવારની આસપાસ ફરે છે. પરંતુ જ્યારે વાત કોર્ટમાં આવે છે તો એક પછી એક ત્રણ ટ્વીસ્ટ સામે આવે છે. જે કેસ સીધો લાગતો હોય છે તેમાં એક પછી એક 3 પક્ષ પોતાનું સત્ય શું છે તે રજૂ કરે છે. આ 3 ટ્વીસ્ટ વચ્ચે માધવ મિશ્રા ખરેખર શું સત્ય છે તે શોધવામાં સફળ થશે કે નહીં તે જોવાનું રહ્યું.

આ વેબ સીરીઝ જિયોહોટસ્ટાર પર 29 મે 2025 થી સ્ટ્રીમ થશે. આ વખતે આ વેબ સીરીઝમાં સુરવીન ચાવલા સહિતના દિગ્ગજ કલાકારોની પણ એન્ટ્રી થઈ છે જે વેબ સીરીઝને વધારે રસપ્રદ બનાવશે તેવું લાગે છે. જો કે ક્રિમિનલ જસ્ટિસની આ સીઝન અગાઉની 3 સીઝન જેટલી જ દમદાર છે કે નહીં તે તો દર્શકો જ નક્કી કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More