Home> World
Advertisement
Prev
Next

હવે તો વિદેશી અખબારો પણ માનવા લાગ્યા ભારતનો દમ, NY ટાઈમ્સ બાદ હવે વોશિંગ્ટન પોસ્ટે શું કહ્યું તે જાણો

સીએનએન, ન્યૂયોર્ક ટાઈમ્સ સહિત અનેક અમેરિકી અને પશ્ચિમી દશોના અખબારોનું રિપોર્ટિંગ જોઈએ તો એવું લાગતું હતું કે જાણે તેઓ પાકિસ્તાનનું મુખપત્ર બની બેઠા છે. તેઓ સતત પાકિસ્તાની સેનાના હવાલે કોઈ પણ સમાચારની ખરાઈ કર્યા વગર ખબરો દેખાડતા હતા પરંતુ હવે તેમના આ લેટેસ્ટ રિપોર્ટ્સ પાકિસ્તાનની ઊંઘ ઉડાવી દેશે. 

હવે તો વિદેશી અખબારો પણ માનવા લાગ્યા ભારતનો દમ, NY ટાઈમ્સ બાદ હવે વોશિંગ્ટન પોસ્ટે શું કહ્યું તે જાણો

પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. જો કે શરૂઆતમાં પશ્ચિમી દેશોના અખબારોના અહેવાલો જોતા એવું લાગતું હતું કે જાણે તેઓ પાકિસ્તાનના મુખપત્ર છે અને ભારત વિરુદધ એલફેલ દાવા કરતા હતા. પરંતુ હવે ધીરે ધીરે જૂઠ્ઠાણો એક્સપોઝ થઈ રહ્યું છે અને અમેરિકી અખબારો સત્ય કબૂલવા લાગ્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સ બાદ હવે વોશિંગ્ટન પોસ્ટે પણ કબૂલ્યું છે કે ભારતીય એરસ્ટ્રાઈક્સમાં પાકિસ્તાનને ખુબ નુકસાન થયું છે. પાકિસ્તાન સતત ખોટા દાવા કરી રહ્યું હતું કે તેણે ભારત પર ઘાતક હુમલા કર્યા અને ભારતને  ખુબ નુકસાન પહોંચાડ્યું છે. પરંતુ પશ્ચિમી દેશોના મીડિયાએ હવે મજબૂરીમાં જ કહો પરંતુ સાચું કહેવાનું શરૂ કરી દીધુ છે. 

fallbacks

પાકિસ્તાન દાવો કરતું હતું કે તેણે ભારતના અનેક એરબેસ પર હુમલા કર્યા છે. ભારતીય ડિફેન્સ સિસ્ટમ એસ-400ને ઉડાવી દીધી છે. અનેક ફાઈટર જેટ્સ તોડી  પાડ્યા છે. દિલ્હી પર હુમલો કર્યો છે અને આ દાવા પાકિસ્તાનનું મીડિયા નહીં પરંતુ પાકિસ્તાનની સેના અને પાકિસ્તાનના પીએમ શહબાજ શરીફ કરતા હતા. પરંતુ હવે વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતના હુમલામાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે અને પાકિસ્તાની એર ડિફેન્સ ભારતના હુમલાઓન રોકવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી. 

પશ્ચિમે માન્યું કે ઘાતક હતો ભારતનો હુમલો
વોશિંગ્ટન પોસ્ટે સેટેલાઈટ તસવીરો અને અનેક બીજા પુરાવાના હવાલે એક્સપર્ટ્સ દ્વારા વિશ્લેષણ કર્યું છે. તેમાં કહેવાયું છે કે શનિવારે પાકિસ્તાન પર ભારતીય હુમલાઓમાં ઓછામાં ઓછા છ એરબેસના રનવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચ્યું. જેના વિશે વિશેષજ્ઞોએ કહ્યું કે બે દેશો વચ્ચે દાયકાથી ચાલી રહેલા સંઘર્ષમાં આ એક રીતે સૌથી મોટો હુમલો હતો. વોશિંગ્ટન પોસ્ટે લખ્યું છે કે બે ડઝનથી વધુ સેટેલાઈટ તસવીરો અને ત્યારબાદના વીડિયોની સમીક્ષામાં જાણવા મળ્યું કે હુમલાઓમાં વાયુસેના દ્વારા ઉપયોગમાં લેવાયેલા ત્રણ હેંગર, બે રનવે અને બે મોબાઈલ ઈમારતોને ભારે નુકસાન પહોંચ્યુ છે. ભારત દ્વારા નિશાન બનાવવામાં આવેલા કેટલાક સ્થળ પાકિસ્તાનના 100 માઈલ અંદર સુધી હતા. 

વોશિંગ્ટન પોસ્ટે કિંગ્સ કોલેજ લંડનના ઈન્ટરનેશનલ રિલેશનના સિનિયર પ્રોફેસર અને દક્ષિણ એશિયાઈ સુરક્ષા મુદ્દાઓના વિશેષજ્ઞ વોલ્ટર લેડવિગના હવાલે લખ્યું છે કે વર્ષ 1971ના બાદ ભારતે પાકિસ્તાનના સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સૌથી ખતરનાક હવાઈ હુમલા કર્યા હતા. વિલિયમ ગુડહિંડ કોન્ટેસ્ટેડ ગ્રાઉન્ડના એક ભૂ-સ્થાનિક વિશ્લેષક છે અને તેઓ સેટેલાઈટ તસવીરોનું એનાલિસીસ કરવામાં એક્સપર્ટ છે. તેમણે કહ્યું કે ભારતે પાકિસ્તાનના  હાઈ વેલ્યુ ટાર્ગેટ પર પિન પોઈન્ટ હુમલા કર્યા જેનો હેતુ પાકિસ્તાનની આક્રમક અને ડિફેન્સિવ એરફોર્સ ક્ષમતાને ગંભીર રીતે ઘટાડવાનો હતો. 

વોશિંગ્ટન પોસ્ટે લખ્યું છે કે ભારતે પાકિસ્તાનમાં 11 ઠેકાણાઓ પર સટીક હુમલા કરવાના દાવા કર્યા છે અને તેમાં એવા સ્થાનો પણ સામેલ છે જ્યાં વોશિંગ્ટન પોસ્ટે નુકસાનની પુષ્ટિ કરી છે, જેમાં ભઙારતે દાવો કર્યો છે કે તેનો હુમલો 'માપેલો' અને 'કેલિબ્રેટેડ' હતો. 

આ ઉપરાંત વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટમાં યુનિવર્સિટી એટ અલ્બાનીમાં એસોસિએટ પ્રોફેસર અને ભારત પાકિસ્તાન દુશ્મનાવટ પર પુસ્તક લખી ચૂકેલા ક્રિસ્ટોફર ક્લેરીએ કહ્યું કે, સેટેલાઈટ તસવીરો ભારતના એ દાવા પ્રમાણે જ છે કે ભારતીય સેનાએ પૂર્વ પાકિસ્તાનમાં અનેક ઠેકાણાઓ પર પાકિસ્તાની વાયુસેનાને મહત્વપૂર્ણ નુકસાન પહોંચાડ્યું પરંતુ મારા ખ્યાલથી તે વિનાશકારી નહતું, અને ભારતે પણ કહ્યું કે તેનો હેતુ ફક્ત પિન પોઈન્ટ પર હુમલો કરવાનો હતો અને તબાહી મચાવવાનો નહતો. વોશિંગ્ટન પોસ્ટે લખ્યું છે કે ઈસ્લામાબાદની બરાબર બહાર રાવલપિંડીમાં નૂર ખાન એર બેસ પર પાકિસ્તાનના બે મોબાઈલ નિયંત્રણ કેન્દ્ર નષ્ટ થઈ ગયા. 

ભારતના હુમલાનો હેતુ સંદેશો આપવાનો હતો
વોશિંગ્ટન પોસ્ટે એક સૈન્ય વિશ્લેષકનું નામ લીધા વગર જણાવ્યું કે નૂર ખાન એરબેસ પાકિસ્તાનમાં સૌથી મહત્વપૂર્ણ છે અન ેઆ પ્રકારના  હુમલાને દશના ન્યૂક્લિયર કમાન્ડ સેન્ટરને નષ્ટ કરવાના પ્રયત્ન તરીકે સમજી શકાય છે. વોશિંગ્ટન પોસ્ટે લખ્યું છે કે આ ઉપરાંત પાકિસ્તાન એરફોર્સના ભોલારી અને શાહબાજ એરબેસને ગંભીર નુકસાન પહોંચ્યુ છે. ભોલારીમાં એક  હેંગરની છતમાં લગભગ 60 ફૂટ પહોળો ખાડો જોવા મળી રહ્યો છે. જેના વિશે વિશેષજ્ઞોએ કહ્યું કે આ મિલાઈલની ક્ષમતા મુજબ છે. બહાર કાટમાળ વિખરાયેલો હતો અને એક દીવાલ બાજુની ઈમારત પર પડી હતી. સૈન્ય રિસર્ચર્સ મુજબ ભોલારી હેંગરમાં સામાન્ય રીતે સાબ 2000 એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ વિમાન હોય છે. જેની કિંમત કરોડો ડોલર છે. પરંતુ એ સ્પષ્ટ નથી કે હમલા સમયે વિમાન હેંગરમાં હતું કે નહીં. 

શું કહ્યું હતું ન્યૂયોર્ક ટાઈમ્સે
ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યાં મુજબ સંઘર્ષ દરમિયાન બંને દેશોએ ડ્રોન અને પ્રિસિજન ગાઈડેડ મિસાઈલોનો ઉપયોગ કર્યો. પરંતુ ભારતના હુમલા વધુ સટીક અને રણનીતિક હતા. રિપોર્ટમાં કહેવાયું કે જ્યારે સંઘર્ષ પ્રતિકાત્મક હુમલાથી આગળ વધીને રક્ષા પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવા લાગ્યા ત્યારે  ભારતે સ્પષ્ટ રીતે લીડ મેળવી લીધી. ન્યૂયોર્ક ટાઈમ્સે પોતાના રિપોર્ટમાં નૂર ખાન એરબેસ પર થયેલા હુમલાને સૌથી વધુ ઘાતક હુમલો ગણાવ્યો. રિપોર્ટમાં લખ્યું છે કે કદાચ આ ભારત દ્વારા કરાયેલો સૌથી સંવેદનશીલ સૈન્ય ટાર્ગેટ હતો. 

પાકિસ્તાની દાવાઓ પર સવાલ
પાકિસ્તાને દાવો કર્યો કે તેણે ભારતના ઉધમપુર અને આદમપુર એરબેસને નિશાન બનાવ્યા. પરંતુ સેટેલાઈટ તસવીરો ને ભારતીય અધિકારીઓએ દાવા ફગાવ્યા. 12મી મેના રોજ લેવાયેલી સેટેલાઈટ તસવીરોમાં ઉધમપુર એરબેસને કોઈ નુકસાન પહોંચ્યુ નથી એ દેખાઈ આવે છે. પીએમ મોદી પોતે પણ આદમપુર એરબેસ પહોંચ્યા જેનાથી પાકિસ્તાની દાવા વધુ સંદિગ્ધ બન્યા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More