Home> Entertainment
Advertisement
Prev
Next

પંજાબી દાદી વિશે એલફેલ શબ્દોથી ભડક્યો દિલજીત, કહ્યું-' 'કંગના રનૌત આ સાંભળ પ્રૂફ સાથે'

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદથી જ કંગના રનૌત (Kangana Ranaut)  ટ્વિટર પર ખુબ એક્ટિવ જોવા મળે છે. તે દેશના દરેક સળગતા મુદ્દા ઉપર પણ પોતાના મત રજુ કરે છે. શાહીન બાગનો મામલો હોય કે પછી બોલીવુડમાં ફેલાયેલા ડ્રગ્સ નેક્સેસની ચાલતી તપાસ, અભિનેત્રી કંગના રનૌત નીડરતાથી તમામ મુદ્દાઓ પર પોતાના મત રજુ કરે છે. કંગના રનૌતના આ અંદાજને લોકો પસંદ પણ કરે છે. જો કે ખેડૂત આંદોલન પર તેણે કરેલી એક ટ્વીટે તેના માટે સમસ્યા વધારી દીધી છે. 

પંજાબી દાદી વિશે એલફેલ શબ્દોથી ભડક્યો દિલજીત, કહ્યું-' 'કંગના રનૌત આ સાંભળ પ્રૂફ સાથે'

મુંબઈ: બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદથી જ કંગના રનૌત (Kangana Ranaut)  ટ્વિટર પર ખુબ એક્ટિવ જોવા મળે છે. તે દેશના દરેક સળગતા મુદ્દા ઉપર પણ પોતાના મત રજુ કરે છે. શાહીન બાગનો મામલો હોય કે પછી બોલીવુડમાં ફેલાયેલા ડ્રગ્સ નેક્સેસની ચાલતી તપાસ, અભિનેત્રી કંગના રનૌત નીડરતાથી તમામ મુદ્દાઓ પર પોતાના મત રજુ કરે છે. કંગના રનૌતના આ અંદાજને લોકો પસંદ પણ કરે છે. જો કે ખેડૂત આંદોલન પર તેણે કરેલી એક ટ્વીટે તેના માટે સમસ્યા વધારી દીધી છે. 

fallbacks

અસલમાં કંગનાએ થોડા દિવસ પહેલા ટ્વિટર એકાઉન્ટ પર એક ફેક ન્યૂઝ શેર કરીને મહિલા ખેડૂતને શાહીન બાગની બિલકિસ દાદી ગણાવી હતી અને કહ્યું હતું કે આ દાદી દરેક જગ્યાએ 100 રૂપિયાના રોજ પર પ્રદર્શન કરવા પહોંચી જાય છે. 

કંગનાની આ ટ્વીટની જ્યારે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે શાહીન બાગની બિલકિસ દાદી અને ખેડૂત આંદોલનના પંજાબી દાદી બંને અલગ અલગ મહિલાઓ છે. 

જ્યારે પંજાબના રહીશ મહિન્દ્ર કૌરને કંગના રનૌતની ટ્વીટ અંગે જાણવા મળ્યું તો તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે બાળપણથી જ ખેતીકામમાં લાગેલી છું. જે તસવીર વાયરલ થઈ રહી છે તે કોઈ બીજાની નહીં પરંતુ તેમની છે. જો કંગના રનૌતને શક હોય તો તેઓ અહીં આવીને 100 રૂપિયાના રોજ પર કામ કરી શકે છે. તેમની પાસે બહુ જમીન છે, તેઓ રોજ પર પ્રદર્શન કરવા માટે કેમ જાય?

પંજાબના સુપરસ્ટાર દિલજીત દોસાંજે (daljit dosanjh ) પોતાના ટ્વિટર એકાઉન્ટથી એક વીડિયો શેર કરીને કંગના રનૌતને આડે હાથ લીધી. દિલજીત દોસાંજે મહિન્દ્ર કૌરનો વીડિયો શેર કરીને લખ્યું કે મહિન્દ્ર કૌરજી મારા મનમાં તમારા માટે ખુબ ઈજ્જત છે. પ્રૂફ સાથે સાંભળી લે કંગના રનૌત. 

અત્રે જણાવવાનું કે દિલજીત દોસાંજ અગાઉ જસબીર જસ્સી, પ્રિન્સ નરુલા, હિમાંશી ખુરાના જેવા પંજાબી સુપરસ્ટાર્સ પણ કંગનાને સંભળાવી ચૂક્યા છે. હિમાંશી ખુરાનાની ટ્વીટથી તો કંગના એટલી નારાજ થઈ કે તેણે અભિનેત્રીને બ્લોક કરી દીધી. દિલજીત દોસાંજની ટ્વીટ પર કંગનાનું શું રિએક્શન આવશે તેના માટે થોડી રાહ જોવી પડશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More