નવી દિલ્હી : બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી ડિમ્પલ કાપડિયા (Dimple Kapadia)ના માતા બેટ્ટી કાપડિયા (Betty Kapadia)નું શનિવારે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં 80 વર્ષની વયે નિધન થઈ ગયું છે. પરિવારની નજીકની એક વ્યક્તિએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. બેટ્ટીને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી અને આ તકલીફને કારણે તેમને 20 દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હૈદરાબાદની મહિલા ડોક્ટરના રેપ મામલે સલમાન લાલઘુમ, કહી દીધી મોટી વાત
બેટ્ટીના લગ્ન એક ગુજરાતી વેપારી ચુનીભાઈ કાપડિયા સાથે થયા હતા. તેમના ચાર બાળકોમાં ડિમ્પલ, સિમ્પલ, રીમ અને મુન્નાનો સમાવેશ થાય છે.
તમે ચાખી છે 'અમિતાભ બચ્ચન' ડિશ અને 'અનુપમ ખીર'! થાળીમાં સલમાન, શાહરૂખ પણ મળશે...
થોડા દિવસ પહેલા બેટ્ટી અક્ષય કુમાર, ટ્વિન્કલ ખન્ના અને પ્રદોહિત્રી નિતારા સાથે જોવા મળ્યા હતા.થોડા દિવસ પહેલા જ બેટ્ટીએ પરિવાર અને મિત્રો સાથે લોનાવાલામાં 80મો જન્મદિવસ મનાવ્યો હતો. તેમના જન્મદિવસની તસવીરો ટ્વિન્કલ ખન્નાએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને આ તસવીરમાં બેટ્ટીને અક્ષય કુમાર સાથે જોઈ શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
એન્ટરટેઈનમેન્ટના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે