Home> Entertainment
Advertisement
Prev
Next

હૈદરાબાદની મહિલા ડોક્ટરના રેપ મામલે સલમાન લાલઘુમ, કહી દીધી મોટી વાત

સલમાન (Salman khan)એ એક કાર્યક્રમમાં હૈદરાબાદના દુષ્કર્મ અને હત્યાના મામલામાં પોતાના વિચારો વ્યક્ત કર્યા છે

હૈદરાબાદની મહિલા ડોક્ટરના રેપ મામલે સલમાન લાલઘુમ, કહી દીધી મોટી વાત

નવી દિલ્હી : બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાને (Salman khan) એક કાર્યક્રમમાં હૈદરાબાદના દુષ્કર્મ અને હત્યાના મામલામાં પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. સલમાન શનિવારે મુંબઈની એક ફાઇવસ્ટાર હોટેલમાં દબંગ 3 (Dabang 3)ના ગીત મુન્ના બદનામ હુઆના લોન્ચ માટે પહોંચ્યો હતો. અહીં તેને હૈદરાબાદના બહુ ગાજેલા રેપ અને મર્ડર વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે સલમાન ગુસ્સામાં લાલ થઈ ગયો અને તેણે બનાવની આકરા શબ્દોમાં ટીકા કરી હતી.

fallbacks

fallbacks

Commando 3નો BOX OFFICE પર ચાલ્યો જાદૂ, પહેલા દિવસે કરોડોની કમાણી  

સલમાને આ ગુનાના આરોપીઓ માટે કડક સજાની ડિમાન્ડ કરીને કહ્યું હતું કે, 'હું આ ઘટના વિશે શું અનુભવું છું એ મેં પોસ્ટ કરી દીધું છે. મને આજે સવારે જ ખબર પડી અને ત્યારથી મારો મૂડ બહુ ખરાબ છે. આવા લોકોને તો...'. આમ, સલમાન કંઈ આડુઅવળું કહેવાઈ ન જાય એના ડરથી ચુપ થઈ ગયો હતો અને કંઈ પણ કહેવાની ના પાડી દીધી હતી. 

તમે ચાખી છે 'અમિતાભ બચ્ચન' ડિશ અને 'અનુપમ ખીર'! થાળીમાં સલમાન, શાહરૂખ પણ મળશે...

સલમાન પહેલાં દિગ્ગજ અભિનેતા અક્ષયકુમાર, ફરહાન અખ્તર, શબાના આઝમી, યામી ગૌતમ તેમજ અનુપ સોનીએ આક્રોશ વ્યક્ત કરતી ટ્વીટ કરી હતી. અક્ષયે આ મામલાની આકરી ટીકા કરીને કહ્યું હતું કે આવા મામલાઓને ડામવા માટે કડક કાયદાની જરૂર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

એન્ટરટેઈનમેન્ટના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More