Home> Entertainment
Advertisement
Prev
Next

લગ્ન બાદ દીપિકાએ પત્ની જેવા તેવર બતાવ્યા, રણવીરને બતાવી કાતર... Video

બોલિવુડનું સુપરસ્ટાર કપલ દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh) સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહેતું હોય છે. હાલમાં જ આ કપલે પોતાના લગ્નની પહેલી એનિવર્સરી બહુ જ સાદગીથી પરિવારની વચ્ચે ઉજવી હતી. આ દરમિયાનની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ત્યારે હવે એક ચોંકાવનારો વીડિયો (Video) સામે આવ્યો છે.

લગ્ન બાદ દીપિકાએ પત્ની જેવા તેવર બતાવ્યા, રણવીરને બતાવી કાતર... Video

નવી દિલ્હી :બોલિવુડનું સુપરસ્ટાર કપલ દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh) સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહેતું હોય છે. હાલમાં જ આ કપલે પોતાના લગ્નની પહેલી એનિવર્સરી બહુ જ સાદગીથી પરિવારની વચ્ચે ઉજવી હતી. આ દરમિયાનની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ત્યારે હવે એક ચોંકાવનારો વીડિયો (Video) સામે આવ્યો છે.

fallbacks

હવે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. તેના આ વીડિયોને જોઈ દીપિકા રણવીરના ફેન્સ જબરદસ્ત રિએક્શન પણ આપી રહ્યાં છે. કેમ કે, આ વીડિયોમાં દીપિકા પાદુકોણ પતિ રણવીરની મૂંછ ઉડાવી રહી છે. જુઓ આ વીડિયો....

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

These two are pure cuteness and that’s how a couple should be like 😍 Don’t you agree?

A post shared by F I L M Y G Y A N (@filmygyan) on

આ વીડિયોની વાત કરીએ તો, તેમાં દીપિકા પોતાના રણવીરની મૂંછો પર કાતર ફેરવી રહી છે. મૂંછ કાપવા પર રણવીર દુખી નજર આવી રહ્યો છે. તો દીપિકા જીત થઈ હોય તેવું રિએક્શન આપી રહી છે. જોકે, તમને જણાવી દઈએ કે આ વીડિયો હાલનો નથી. વીડિયો જૂનો છે, પણ દીપિકા રણવીરનો આ વીડિયો હાલ ફેન્સ વચ્ચે ફરીથી પોપ્યુલર બન્યો છે. 

fallbacks

વર્કફ્રન્ટની વાત કરીએ, તો આ કપલ લગ્ન બાદ પહેલીવાર ફિલ્મ ‘83’માં નજર આવવાનું છે. આ અપકમિંગ ફિલ્મ વર્ષ 1983માં થયેલા વર્લ્ડકપ દરમિયાન ભારતને મળેલી જીત પર આધારિત છે. ફિલ્મનું શુટિંગ પૂરુ થઈ ગયું છે. આ ફિલ્મમાં રણવીર સિંહ પૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવની ભૂમિકામાં છે. તો દીપિકા તેમની પત્નીનો રોલ ભજવશે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More