Home> India
Advertisement
Prev
Next

જલિયાવાલા બાગ અને સરોગેસી બિલ પર રાજ્યસભામાં આજે ચર્ચા, વાંચો તેના વિશે

રાજ્યસભામાં મંગળવારે (19 નવેમ્બર)ના રોજ જલિયાવાલા બાગ બિલ (Jallianwala Bagh National Memorial Amendment Bill) અને વિવાદાસ્પદ સરોગેસી બિલ (Surrogacy Bill) પર ચર્ચા થશે. આ બંને બિલ આજે ચર્ચા માટે સૂચીબદ્ધ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે બંને બિલ લોકસભામાં પાસ થઇ ગયા છે.  

જલિયાવાલા બાગ અને સરોગેસી બિલ પર રાજ્યસભામાં આજે ચર્ચા, વાંચો તેના વિશે

નવી દિલ્હી: રાજ્યસભામાં મંગળવારે (19 નવેમ્બર)ના રોજ જલિયાવાલા બાગ બિલ (Jallianwala Bagh National Memorial Amendment Bill) અને વિવાદાસ્પદ સરોગેસી બિલ (Surrogacy Bill) પર ચર્ચા થશે. આ બંને બિલ આજે ચર્ચા માટે સૂચીબદ્ધ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે બંને બિલ લોકસભામાં પાસ થઇ ગયા છે.  

fallbacks

જલિયાવાલા બાગ સ્મારક સંસોધન બિલ આ વર્ષે ઓગસ્ટ મહિનામાં લોકસભામાં પાસ થઇ ચુક્યું છે. નવા કાયદા હેઠળ કોંગ્રેસ અધ્યક્ષ જલિયાવાલા બાગ સ્મારક સમિતિના સભ્ય નહી હોય. જોકે કોંગ્રેસ સાંસદોએ આ બિલને પુરજોશ રીતે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે જલિયાવાલા બાગ કાંડ બાદ સ્મારક બનાવવા માટે જમીન કોંગ્રેસ પાર્ટીએ આપી હતી અને સ્મારક બનાવવાનો નિર્ણય કર્યો હતો. 

નવા બિલમાં હવે સમિતિના સભ્યો તરીકે લોકસભામાં વિપક્ષના નેતાને નિમવાની જોગવાઇ કરવામાં આવી છે. જોકે અત્યારે લોકસભામાં કોઇપણ વિપક્ષના નેતાનો દરજ્જો પ્રાપ્ત નથી, જોકે તે સમિતિના સભ્ય બની ન શકે. 

તમને જણાવી દઇએ કે 'સરોગેસી બિલને પણ લોકસભામાંથી મંજૂરી મળી ચૂકી છે અને આજે તેને વિધાનસભામાં ચર્ચા માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે. તેમાં દેશમાં વાણિજ્યિક ઉદ્દેશ્યો સાથે જોડાયેલી સરોગેસી પર પ્રતિબંધ, સરોગેસી પદ્ધતિનો દુરૌપયોગ સાથે નિ:સંતાન દંપતિઓને સંતાનનું સુખ અપાવવાનું સુનિશ્વિત કરવા માટે પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More