Home> Entertainment
Advertisement
Prev
Next

#Deepveerની ચૂડા સેરેમનીનો ફોટો Leak થયો, મેચિંગ ડ્રેસમાં દેખાયા દુલ્હા-દુલ્હન

બોલિવુડના ખિલજી અને પદ્માવતના સિક્રેટ મિશનની જેમ થયેલા લગ્નની તસવીરોએ ફેન્સને બહુ જ રાહ જોવડાવી છે. ત્યારે હવે તેમના લગ્ન સાથે જોડાયેલી કોઈ પણ તસવીર સામે આવે, તો તેને સોશિયલ મીડિયા પર છવાઈ જતા વાર લાગતી નથી

#Deepveerની ચૂડા સેરેમનીનો ફોટો Leak થયો, મેચિંગ ડ્રેસમાં દેખાયા દુલ્હા-દુલ્હન

નવી દિલ્હી : દિપીકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન હાલ બોલિવુડમાં સૌથી હોટ ટોપિક બની ગયો છે. બોલિવુડના ખિલજી અને પદ્માવતના સિક્રેટ મિશનની જેમ થયેલા લગ્નની તસવીરોએ ફેન્સને બહુ જ રાહ જોવડાવી છે. ત્યારે હવે તેમના લગ્ન સાથે જોડાયેલી કોઈ પણ તસવીર સામે આવે, તો તેને સોશિયલ મીડિયા પર છવાઈ જતા વાર લાગતી નથી. હવે દુલ્હન દીપિકાની ચૂડા સેરેમનીની તસવીર સામે આવી છે. 

fallbacks

fallbacks

આ તસવીરમાં દીપિકા અને રણવીર પોતાના પરિવારના સદસ્યો સાથે નજર આવી રહ્યાં છે. ખાસ વાત તો એ છે કે, તસવીરમાં દીપિકા અને રણવીર બહુ જ ખુશ નજર આવી રહ્યાં છે. આ તસવીરમાં તેમનો મેચિંગ ડ્રેસ પણ જોઈ શકાય છે. રણવીરે ગ્રીન કલરનો કુરતો પહેર્યો છે, તો દીપિકાએ મેચિંગ કરવા માટે ગ્રીન કલરનું જેકેટ પહેરી લીધું છે. 

fallbacks

ઉલ્લેખનીય છે કે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ઇટાલીમાં લગ્ન કરી લીધા છે. કોંકણી અને સિંધી રિવાજ પ્રમાણે થયેલા આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ બની છે. ઈટાલીમાં સંપન્ન થયેલા લગ્ન બાદ રણવીરનો મુંબઈના બાંદરા ખાતે આવેલો શ્રી બંગલો દુલ્હનની જેમ સજાવીને તૈયાર કરાયો છે. સોશિયલ મીડિયા પર રણવીરના બંગલાની તસવીરો સામે આવી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More