ચમન: પાકિસ્તાનમાં રમતને લઇને સુવિધાઓ ઉભી કરવાની સમસ્યાઓમાં આકરા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ માટે ખુશખબરીના સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાને એક નવું સ્ટેડિયમ મળી ગયું છે. અને એ પણ એક ખાસ. પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ચમનમાં એખ નવું ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે. જે પાકિસ્તાનમાં આ એકમાત્ર સ્ટેડિયમ બની ગયું છે.
બલુચિસ્તાને આ સ્ટેડિયમની સોગાત પાકિસ્તાની સેનાના દક્ષિણી કમાન્ડક લેફ્ટિડેન્ડ જનરલ આસિમ સલીમ બાજાવાનું ઉદ્દઘાટન કરીને દેશને સમર્પિત કર્યું છે. આ પાકિસ્તાનું પહેલું એસ્ટ્રો ટર્ફ ક્રિકેટ સ્ટેડિમ છે. કમાન્ડરે અહિં પહેલો શોટ રમીને ઉદ્દઘાટન કર્યું હતું. એને ક્રિકેટ એશોસિએશનને સ્ટેડિયમ સોપી દીધુ હતું.
આ સ્ટેડિયમમાં દર્શકો માટે ત્રણ સ્ટેડ બનાવામાં આવ્યા છે. ઉદ્વાટન સમયે લેફ્ટિનેન્ડ જનરલ આસીમ બાજવાએ કહ્યું કે, બલૂચિસ્તાનના વિકાસનો સમય શરૂ થઇ ગયો છે. અને ક્રિકેટના મોટા ભાગના સ્ટાર ખેલાડીઓ ટૂક જ સમયમાં અહિં રમતા જોવા મળશે. જનરલે વધુમાં કહ્યું કે, ‘દરેક જગ્યાએ શાંતિ દેખાઇ રહી છે. લોકો શિક્ષા સંસ્થાપકો અને રસ્તાઓની વાત કરી રહ્યા છે’
ઉદ્ધઘાટન બાદ ચમન ઇલેવન ઇને કિલા અબ્દુલ્લા ઇલેવનની વચ્ચે એક દોસ્તાના મેચ પણ થઇ હતી. સ્ટેડિયમ હજી સ્થાનીય મેચો માટે તૈયાર બતાવામાં આવી રહ્યું છે.
આવું હોય છે મેદાન
એસ્ટ્રો ટર્ફ એક કૃત્રિમ રીતે બનવેલુ મેદાન હોય છે. જેમાં સિન્થેટિંક ઘાસ હોય છે. જે કુદરતી ઘાસ જેવી જ હોય છે. પરંતુ તેને નિર્માણ અને સારસંભાળનો ખર્ચ કુદરતી ઘાસ કરતા ઓછો હોય છે. અને તેની ઉમર પણ વધારે હોય છે. આ સ્ટેડિયમ સિવાય પાકિસ્તાનમાં સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ કરાંચીમાં બનાવમાં આવી રહ્યું છે. આત્યારે કરાંચીમાં નેશનલ સ્ટેડિયમ છે. જેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમવામાં આવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે