Home> Entertainment
Advertisement
Prev
Next

લગ્નના સમાચારોની ચર્ચા વચ્ચે દીપિકાએ લીધો બોયફ્રેન્ડ રણવીરની નિંદર ઉડી જાય એવો નિર્ણય

છેલ્લા કેટલાક દિવસોથી બોલિવૂડમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની લગ્નની ચર્ચાનો ધમધમાટ છે

લગ્નના સમાચારોની ચર્ચા વચ્ચે દીપિકાએ લીધો બોયફ્રેન્ડ રણવીરની નિંદર ઉડી જાય એવો નિર્ણય

મુંબઈ : છેલ્લા કેટલાક દિવસોથી બોલિવૂડમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની લગ્નની ચર્ચાનો ધમધમાટ છે. રિપોર્ટ્સનું માનીએ તો દીપિકા-રણવીર નવરાત્રી દરમિયાન 17 ઓક્ટોબર, 2018ના દિવસે પોતાના લગ્નની જાહેરાત કરી શકે છે. જણાવી દઈએ કે, બંને નવેમ્બરમાં ઈટાલીના લેક કોમોમાં લગ્ન કરશે તેવી અટકળો ઘણા સમયથી છે. જોકે લગ્નની ચર્ચા વચ્ચે દીપિકાએ પોતાની કરિયર મામલે રસપ્રદ નિર્ણય લીધા છે જેમાં એક ફિલ્મની પસંદગી તો રણવીર સિંહની નિર્ણય ઉડાવી શકે છે કારણ કે એમાં દીપિકાનો હીરો છે તેનો એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂર. 

fallbacks

મળતી માહિતી દીપિકા હવે જે બે ફિલ્મોમાં દેખાવાની છે એમાંથી એક ફિલ્મ છે મેઘના ગુલઝારની આગામી ફિલ્મ. આ ફિલ્મમાં તે એસિડ એટેક સર્વાઇવરનો રોલ ભજવી રહી છે. આ ફિલ્મ સિવાય બીજી ફિલ્મ છે ફિલ્મમેકર લવ રંજનની આગામી ફિલ્મ. આ ફિલ્મમાં તે એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂર અને અજય દેવગન સાથે કામ કરે એવી શક્યતા છે. 

નોંધનીય છે કે રણબીર અને દીપિકાનું વર્ષો પહેલાં બ્રેકઅપ થઈ ગયું હોવા છતાં તેમની કેમિસ્ટ્રી લોકોને બહુ પસંદ પડે છે. આ જોડી પહેલાં 'બચના એય હસીનોં' અને 'યે જવાની હૈં દિવાની' જેવી સુપરહીટ ફિલ્મો આપી ચૂકી છે. જોકે તેમની 'તમાશા' લોકોને ખાસ પસંદ પડી નહોતી. જોકે રણબીર સાથેની આ ફિલ્મનું શૂટિંગ દીપિકા હવે પોતાના લગ્ન પછી જ શરૂ કરી શકશે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More