Home> Entertainment
Advertisement
Prev
Next

દિલીપકુમારની તબિયત પર ફરી મોટી ઘાત

તેમને તાબડતોબ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

દિલીપકુમારની તબિયત પર ફરી મોટી ઘાત

નવી દિલ્હી : બોલિવૂડના ટોચના એક્ટર દિલીપકુમારને ગઈ કાલે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમને ન્યૂમોનિયા થયો હોવાનું નિદાન થયું છે. આ પહેલાં પણ તેઓ ન્યૂમોનિયાનો ભોગ બનીને લાંબો સમય હોસ્પિટલમાં રહી ચૂક્યા છે. દિલીપકુમારના પારિવારીક મિત્ર અને તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેન્ડલ કરનાર ફૈસલ ફારુકીએ આ વાતની જાણકારી આપી છે. 

fallbacks

દિલીપકુમાર જ્યારે પહેલાં ન્યૂમોનિયાનો ભોગ બન્યા હતા ત્યારે તેમના પત્ની સાયરાબાનુએ મીડિયાને જાણકારી આપી હતી કે ન્યૂમોનિયાએ બે વાર ઉથલો મારતા તબિયત વણસી હતી અને તેઓ ડોક્ટર અને નર્સિગ સ્ટાફની સારવારના પગલે ઝડપીથી સાજા થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલાં પણ તેમને ચેસ્ટ ઇન્ફેક્શન અને ન્યૂમોનિયાની ફરિયાદને પગલે બાંદરાની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દિલીપકુમાર છેલ્લે 1998માં રિલીઝ થયેલી 'કિલા'માં ફિલ્મી પડદે જોવા મળ્યા હતા. તેમને 1994માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ અને 2015માં પદ્મ વિભુષણ એવોર્ડ મળી ચૂક્યો છે. તેઓ 'દેવદાસ', 'મુઘલ-એ-આઝમ, 'ગંગા જમુના' અને 'કર્મા' જેવી અનેક ફિલ્મોની અફલાતુન એક્ટિંગને કારણે લોકપ્રિય બન્યા છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More