Home> Entertainment
Advertisement
Prev
Next

Kangana Ranautએ કર્યો Diljit Dosanjhને યાદ, જાણો એક્ટરે એવો તો શું જવાબ આપ્યો કે થઇ ગઇ બોલતી બંધ

કંગના રનૌત (Kangana Ranaut) અને દિલજીત દોસાંઝ (Diljit Dosanjh) કિસાન આંદોલન (Farmer Protest)ને લઇને ઘણા દિવસથી ટ્વિટર પર આમને સામને આવી ગયા છે. લાંબી ચર્ચા બાદ દિલજીત દોસાંઝ (Diljit Dosanjh) ચુપ બેસી ગયો હતો, પરંતુ...

Kangana Ranautએ કર્યો Diljit Dosanjhને યાદ, જાણો એક્ટરે એવો તો શું જવાબ આપ્યો કે થઇ ગઇ બોલતી બંધ

નવી દિલ્હી: કંગના રનૌત (Kangana Ranaut) અને દિલજીત દોસાંઝ (Diljit Dosanjh) કિસાન આંદોલન (Farmer Protest)ને લઇને ઘણા દિવસથી ટ્વિટર પર આમને સામને આવી ગયા છે. લાંબી ચર્ચા બાદ દિલજીત દોસાંઝ (Diljit Dosanjh) ચુપ બેસી ગયો હતો, પરંતુ કંગનાએ ફરી એકવાર શુક્રવારના દિલજીત પર નિશાન સાધ્યું હતું. કંગનાએ ફરી એકવાર શાબ્દિક યુદ્ધ શરૂ કર્યું છે. હવે દિલજીતે કંગનાને ટ્વિટર પર જવાબ આપ્યો છે.

fallbacks

આ પણ વાંચો:- Happy Birthday: ક્યારેક કુલીનું કામ કરતા હતા રજનીકાંત, આવી રીતે બન્યા 'થલાઈવા' 

કંગનાએ કરી આ વાત
કંગના રનૌત (Kangana Ranaut)એ ટ્વીટ કરી પૂછ્યુ #Diljit_Kitthe_aa? હેશટેગ ટ્રેન્ડમાં આવ્યા બાદ દિલજીત (Diljit Dosanjh)એ એક્ટ્રેસને જવાબ આપ્યો છે. દિલજીતે તેના જવાબથી કંગનાની બોલતી બંધ કરી દીધી છે. કંગના રનૌત (Kangana Ranaut)એ તેની તસવીર શેર કરતા એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં તેના સંપૂર્ણ દિવસનું શેડ્યૂલ જણાવ્યું હતું. તેણે લખ્યું કે આજે 12 કલાકની શૂટિંગ બાદ તે એક ચેરિટી ફંક્શનમાં સામેલ થઈ અને #Diljit_Kitthe_aa?

કંગના (Kangana Ranaut)ની આ ટ્વીટ બાદ થોડા સમયમાં #Diljit_Kitthe_aa? ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. ટ્વિટર પર આ હેશટેગની સાથે ઘણા યૂઝર્સે ટ્વીટ કર્યું, પરંતુ હવે દિલજીતનો જવાબ આવ્યો છે.

આ પણ વાંચો:- 'ધ ડર્ટી પિક્ચર'માં કામ કરનાર અભિનેત્રી આર્યા બેનર્જીનું મોત, શંકાસ્પદ સ્થિતિમાં મળ્યો મૃતદેહ

દિલજીતે આપ્યો આ જવાબ
દિલજીત દોસાંઝ (Diljit Dosanjh)એ લખ્યું, સવારે ઊઠીને જીમ ગયો, ત્યારબાજ આખો દિવસ કામ કર્યુ... હવે હું સુવા જઇ રહ્યો છું, લો વાંચી લો મારું શેડ્યૂલ. તેણે હેશટેગ્સ આપ્યું #MeraSchedule અને સાથે હસવાવાળી ઇમોજીની સાથે લખ્યું #AaJa #Aaja. દિલજીત દોસાંઝના આ રમૂજી જવાબ પર ફેન્સ કંગનાની મજાક ઉડાવી રહ્યાં છે.

કંગનાએ અગાઉ પણ સાધ્યું હતું નિશાન
થોડા દિવસ પહેલા કંગના રનૌત અને દિલજીત વચ્ચે ટ્વિટર પર લાંબી ચર્ચા થઈ હતી. આ વચ્ચે કંગનાએ દિલજીતને કરણ જોહરનો પાલતુ કહ્યો હતો. તમને જણાવી દઇએ કે, દિલજીત દોસાંઝ (Diljit Dosanjh) અને કંગના રનૌત (Kangana Ranaut)ની વચ્ચે વિવાદ ઘણો વધી ગયો છે અને બંને સોશિયલ મીડિયામાં એકબીજા પર શાબ્દિક પ્રકારો કરી રહ્યાં છે. આ સમગ્ર મામલો કિસાન આંદોલન (Farmers protest) સાથે જોડાયેલો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More