Jawan Trailer: શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણ' બાદ તેના ચાહકો શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'જવાન'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે આ આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર જોવા લોકો ઉત્સુક છે. ત્યારે ફિલ્મના ટ્રેલરને લઈને નવું અપડેટ સામે આવ્યું છે. આ ફિલ્મનું ટ્રેલર સૌથી પહેલા થિયેટરમાં રિલીઝ થશે તેવી વાત સામે આવી છે.
આ પણ વાંચો:
OMG 2: ભોળાનાથના સ્વરુપમાં જોવા મળશે અક્ષય કુમાર, ઓહ માય ગોડ 2નું નવું પોસ્ટર રિલીઝ
Video: Parineeti Chopra અને Raghav Chadha એ સુવર્ણ મંદિર દર્શન કર્યા બાદ કરી સેવા
Ranbir Kapoor ની ફિલ્મ Animal ટળી, હવે નહીં થાય 11 ઓગસ્ટે રિલીઝ
જાણવા મળતી માહિતી અનુસાર શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'નું ટ્રેલર ફિલ્મ 'મિશન ઈમ્પોસિબલ'ની વચ્ચે રિલીઝ થશે. આ ફિલ્મ 12 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. એટલે કે 12 જુલાઈ 2023ના રોજ ફિલ્મ 'જવાન'નું ટ્રેલર પણ રિલીઝ થઈ શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ફિલ્મ 'જવાન'ને લઈને ચાહકોની ઉત્સુકતા ચરમસીમાએ છે. આ ફિલ્મમાં સાઉથ ઈંડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી નયનતારા પણ જોવા મળશે. આ ફિલ્મને લઈને અટકળો છે કે ફિલ્મ રિલીઝ થતાની સાથે જ 'પઠાણ'ના બોક્સ ઓફિસ રેકોર્ડ પણ તોડી શકે છે.
આ ફિલ્મનું નિર્દેશન એટલી કુમારે કર્યું છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને નયનતારા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું પ્રોડકશન રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને ગૌરી ખાન દ્વારા કરવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે