Home> Entertainment
Advertisement
Prev
Next

પહેલીવાર રણવીર-દીપિકા અને રામ ચરણ શેર કરશે સ્ક્રીન, ટીઝરે વધારી લોકોની ઉત્સુકતા

Ranveer Deepika and Ram Charan: બોલીવુડ ફિલ્મના ચાહકોને  એન્ટરટેઈનમેન્ટનો ડબલ ડોઝ મળવા જઈ રહ્યો છે. બોલીવુડના બે મોટા સ્ટાર્સ અને સાઉથ ઈન્ડસ્ટ્રીના ટોચના કલાકારો એક પ્રોજેક્ટમાં સાથે જોવા મળવાના છે. રણવીર સિંહે તેના સોશિયલ મીડિયા પર એક શોર્ટ વીડિયો શેર કરી ખળભળાટ મચાવી દીધો છે. 

પહેલીવાર રણવીર-દીપિકા અને રામ ચરણ શેર કરશે સ્ક્રીન, ટીઝરે વધારી લોકોની ઉત્સુકતા

Ranveer Deepika and Ram Charan: બોલીવુડ ફિલ્મના ચાહકોને  એન્ટરટેઈનમેન્ટનો ડબલ ડોઝ મળવા જઈ રહ્યો છે. બોલીવુડના બે મોટા સ્ટાર્સ અને સાઉથ ઈન્ડસ્ટ્રીના ટોચના કલાકારો એક પ્રોજેક્ટમાં સાથે જોવા મળવાના છે. રણવીર સિંહે તેના સોશિયલ મીડિયા પર એક શોર્ટ વીડિયો શેર કરી ખળભળાટ મચાવી દીધો છે. અભિનેતાએ તેના નવા પ્રોજેક્ટની ઝલક શેર કરી છે. જેમાં દીપિકા પાદુકોણ, રામ ચરણ અને ત્રિશા કૃષ્ણન પણ જોવા મળે છે. આ વીડિયોએ ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી રહ્યો છે. વીડિયો જોઈને લોકો પણ ઉત્સાહિત છે.  

fallbacks

આ પણ વાંચો:

OMG 2: ભોળાનાથના સ્વરુપમાં જોવા મળશે અક્ષય કુમાર, ઓહ માય ગોડ 2નું નવું પોસ્ટર રિલીઝ

Jawan Trailer: ઈંતેઝારનો અંત.. આ દિવસે રિલીઝ થશે શાહરુખ ખાનની ફિલ્મ Jawan નું ટ્રેલર

Video: Parineeti Chopra અને Raghav Chadha એ સુવર્ણ મંદિર દર્શન કર્યા બાદ કરી સેવા

આ વીડિયોની શરૂઆતમાં જોઈ શકાય છે કે દીપિકા પોલીસ સ્ટેશનમાં બેઠી છે અને પોલીસ ઈન્સ્પેક્ટરને કહે છે કે ગઈ રાતથી તેનો પતિ ગુમ છે. બીજા દ્રશ્યમાં રણવીર જે એક એજન્ટ તરીકે જોવા મળે છે, તે કોઈને કહે છે કે તેનો ટારગેટ મળી ગયો છે. ત્રીજા સીનમાં રામ ચરણ કોઈનો પીછો કરતો જોવા મળે છે. છેલ્લા દ્રશ્યમાં ત્રિશા પોલીસ સ્ટેશનની બહાર ગભરાયેલી હાલતમાં ઊભેલી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

 
આ ફિલ્મમાં જોવા મળનાર સ્ટાર્સના અલગ અલગ વર્કફ્રન્ટની વાત કરીએ તો રણવીર ટુંક સમયમાં કરણ જોહરના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે. જ્યારે દીપિકા ફાઈટર અને ધ ઈન્ટર્નની રિમેક જેવી ફિલ્મોમાં જોવા મળવાની છે. રામ ચરણ પણ ઘણા સાઉથ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો છે. જો કે હાલ તો તે પેરેન્ટહુડ માણી રહ્યો છે. કારણ કે થોડા દિવસ પહેલા જ તેના ઘરે દીકરીનો જન્મ થયો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More