Home> Entertainment
Advertisement
Prev
Next

Mika Singhને મળી ગઈ દુલ્હન? લગ્ન TV પર કરશે કે પછી ગામડે જઈને વગાડશે ઢોલ?

Mika Singhને મળી ગઈ દુલ્હન? લગ્ન TV પર કરશે કે પછી ગામડે જઈને વગાડશે ઢોલ?

નવી દિલ્લીઃ નવા રિપોર્ટ્સમાં એ રાજકુમારીનો ખુલાસો કરી દીધો છે, જેની સાથે મીકા સિંહ લગ્ન થવાના છે. શું તમે જાણવા નથી માગતા કે, મીકાના લગ્ન કોની સાથે થવાના છે? મીકા સિંહ સ્વયંવરમાં પોતાની દુલ્હન શોધી રહ્યા છે. મીકાને જોઈને લાગે છે કે, તેણે ઘર વસાવવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. મીકાના શોમાં હવે માત્ર 4 રાજકુમારી બચી છે, જે પૈકીની એક મીકાની દુલ્હન બનશે. પરંતુ મળેલા નવા રિપોર્ટ્સમાં એ વાતનો પણ ખુલાસો કરી દીધો છે કે, આખરે દુલ્હન હશે કોણ જેની સાથે મીકા લગ્ન કરવાના છે.

fallbacks

આકાંક્ષા પુરીએ જીત્યો મીકાનો શો?
મીડિયા રિપોર્ટ્સની વાત માનવામાં આવે તો, મીકાનું દિલ બીજા કોઈએ નહીં પરંતુ મીકા સિંહની લોન્ગ ટાઈમ બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા પુરીએ જીત્યુ છે. આકાંક્ષાએ મીકાની સાથે સાથે શો પણ જીતી લીધો છે. આ વાત અંગે જ્યારે આકાંક્ષાને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું, કે ‘જ્યાં સુધી શો ટેલીકાસ્ટ નહીં થાય, ત્યાં સુધી કંઈપણ નહીં બોલી શકું. હું કોન્ટ્રાક્ટની અંદર છું.’

મીકાની ખાસ દોસ્ત છે આકાંક્ષા પુરી:
આકાંક્ષા અને મીકા છેલ્લા 10-12 વર્ષથી એકબીજાના સારા ફ્રેન્ડ છે. આકાંક્ષાએ શોમાં એન્ટ્રી કર્યા બાદ જણાવ્યુ હતુ કે, શોમાં મીકાને બીજી છોકરીઓ સાથે જોઈને તેને જલન થતી હતી, અને ત્યારે અહેસાસ થયો કે તે મીકાને પ્રેમ કરે છે. ત્યારબાદ આકાંક્ષાએ કંઈપણ વિચાર્યા વગર સ્વયંવર શોમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લઈને દરેકને હેરાન કરી દીધા હતા. મીકા સિંઘ પણ આકાંક્ષાને જોઈને શોક્ડ થયા હતા. હવે જોવાનું એ રહે છે કે, શું ખરેખરમાં મીકા સિંઘ આકાંક્ષા પુરીને પોતાની ગર્લફ્રેન્ડ તરીકે પસંદ કરે છે કે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More