Home> India
Advertisement
Prev
Next

Karnataka Ambulance Viral Video: ગાયને બચાવવામાં ટોલ પ્લાઝા નજીક પલટી ગઈ એમ્બ્યુલન્સ, 4ના મોત!, જુઓ વીડિયો

Karnataka ambulance Accident Viral Video : કર્ણાટકના ઉડુપ્પીના ટોલ પ્લાઝા પર પૂરપાટ ઝડપે આવી રહેલી એમ્બ્યુલન્સનો અકસ્માતના વીડિયોએ હચમચાવી નાખ્યા. જે સ્પીડથી એમ્બ્યુલન્સ આવી અને અચાનક ટોલ પ્લાઝા સાથે ટકરાઈ તેના કારણે એવા પણ સવાલ ઉઠ્યા કે એકદમ સૂમસામ રસ્તા પર એમ્બ્યુલન્સે કેમ અચાનક બ્રેક મારવી પડી અને આવો ગંભીર અકસ્માત સર્જાઈ ગયો?

Karnataka Ambulance Viral Video: ગાયને બચાવવામાં ટોલ પ્લાઝા નજીક પલટી ગઈ એમ્બ્યુલન્સ, 4ના મોત!, જુઓ વીડિયો

Karnataka ambulance Accident Viral Video : કર્ણાટકના ઉડુપ્પીના ટોલ પ્લાઝા પર પૂરપાટ ઝડપે આવી રહેલી એમ્બ્યુલન્સનો અકસ્માતના વીડિયોએ હચમચાવી નાખ્યા. જે સ્પીડથી એમ્બ્યુલન્સ આવી અને અચાનક ટોલ પ્લાઝા સાથે ટકરાઈ તેના કારણે એવા પણ સવાલ ઉઠ્યા કે એકદમ સૂમસામ રસ્તા પર એમ્બ્યુલન્સે કેમ અચાનક બ્રેક મારવી પડી અને આવો ગંભીર અકસ્માત સર્જાઈ ગયો? હવે એક બીજો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે આખરે એમ્બ્યુલન્સે કેમ બ્રેક મારવી પડી અને આ અકસ્માત થયો. 

fallbacks

જ્યારે અકસ્માતના અહેવાલ આવ્યા ત્યારે બધાને એમ લાગ્યું કે એમ્બ્યુલન્સની બેકાબૂ ઝડપ અને પછી વરસાદના કારણે ચીકણી થઈ ગયેલી જમીનના લીધે એમ્બ્યુલન્સનો અકસ્માત થયો. પરંતુ અન્ય એક વીડિયોથી જે કારણ સામે આવી રહ્યું છે તે છે ત્યાં બેઠેલી ગાય. બીજા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટોલ પ્લાઝા પાસે ગાય બેઠી હતી. અચાનક ગાય સામે આવી જતા એમ્બ્યુલન્સ ડ્રાઈવરે ગાયને બચાવવા માટે દૂરથી બ્રેક મારી હોવી જોઈએ અને આ રીતે બ્રેક વાગતા સ્પીડમાં આવી રહેલી એમ્બ્યુલન્સ કાબૂ બહાર થઈ અને ટોલ પ્લાઝા સાથે અથડાઈ.

અકસ્માતનો ભોગ બનેલી એમ્બ્યુલન્સ એક દર્દીને સારવાર માટે ઉત્તર કન્નડ જિલ્લાના હોન્નાવરા લઈ જઈ રહી હતી. એમ્બ્યુલન્સને જોતા ટોલ પ્લાઝા પર તૈનાત કર્મચારીઓ ત્યા લાગેલા સ્ટોપર હટાવવામાં લાગી ગયા હતા. પરંતુ અચાનક એમ્બ્યુલન્સ પલટી ગઈ. આ અકસ્માતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા. મૃતકોમાં એમ્બ્યુલન્સમાં સવાર દર્દી, દર્દી સાથેની એક વ્યક્તિ, મેડિકલ સ્ટાફ અને એક ટોલ કર્મચારી સામેલ છે.  

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More