Home> Entertainment
Advertisement
Prev
Next

રાધિકા-અનંત અંબાણીએ પાર્ટીમાં પહેરેલા સોનાના ડ્રેસ પર થયો મોટો ખુલાસો

Fact Check: શુ યુરોપમાં આયોજિત પ્રી-વેડિંગ પાર્ટીમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે હકીકતમાં સોનાનો ડ્રેસ પહેર્યો હતો, વાયરલ તસવીરની સત્ય હકીકત સામે આવી

રાધિકા-અનંત અંબાણીએ પાર્ટીમાં પહેરેલા સોનાના ડ્રેસ પર થયો મોટો ખુલાસો

anant radhika pre-wedding cruise party : યુરોપમાં અંબાણી પરિવારે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની ભવ્ય પ્રી-વેડિંગ પાર્ટી આયોજિત કરી હતી. જેમાં આ કપલ સોનાનો ચળકાટ મારતા કપડા સાથે જોવા મળ્યું હતું. ગોલ્ડન ડ્રેસની આ તસવીર સોશિયલ મીડિયા પર બહુ ચર્ચામાં આવી હતી. જોકે, આ તસવીરની સત્ય હકીકત સામે આવી છે. આ તસીવર ડીપફેક છે. તેની પુષ્ટિ AI ટુલ મીડિયા અને હાઈવ મોડરેટરે કરી છે. તપાસમાં જાણવા મળ્યું કે, તસવીરની ક્વોલિટીમાં અનેક વિસંગતતા છે. 
 
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની એક તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. દાવો કરાયો હતો કે, બંનેએ યુરોપની પ્રી-વેડિંગ ક્રુઝ પાર્ટીમાં શુદ્ધ સોનાથી બનેલા કપડા પહેર્યા હતા. જોકે, આ તસવીર ફેક છે. ન્યૂઝ ચેકરે આ તસવીરની ક્વોલિટીમાં અનેક ખામીઓ હોવાનું જણાવ્યું છે. ખાસ રીતે, ચહેરો, ગરદન, હાથ અને કપડામાં ભેદ જોવા મળી રહ્યો છે. આ તસવીરને એડિટ કરીને બનાવવામાં આવી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ડ ગોલ્ડ ક્લોથ્સ માટે કીવર્ડ સર્ચ કરવાથી આવી કોઈ તસવીર વિશ્વસનીય સમાચાર રિપોર્ટ કે આવો કોઈ પહેરવેશની પ્રમાણિકતા મળી નથી. 

fallbacks

ઈડર-હિંમતનગર હાઈવે બન્યો લોહિયાળ : એક જ પરિવારના 4 લોકોને કાળ ભરખી ગયો

જૂની તસવીરને એડિટ કરાઈ
ન્યૂઝ ચેકરના જણાવ્યા અનુસાર, ફોટોને AI કન્ટેન્ટ ડિટેક્શન ટુલ ટ્રુમીડિયા અને હાઈવ મોડરેટર બંનેએ બરાબર તપાસ્યું હતું. બંને ટુલે હેરફેરના પૂરતા પ્રમાણ મળી આવ્યાનું જણાવ્યું છે. તેની તપાસ કરાઈ તો તેમાં AI કે ડીપફેક કન્ટેન્ટ હોવની 99.99 ટકા આશંકા મળી આવી. આ ઉપરાંત આ તસવીર 1 જુન, 2024 ના રોજ ઈન્સ્ટગ્રામ પર પોસ્ટ કરવામાં આવી હતી, જેની કેપ્શન હતું, બ્યુટી ઓફ AI. 

વધુ તપાસતા માલૂમ પડ્યું કે, 31 ઓક્ટોબર, 2023 ના એક રિપોર્ટમાં પણ આ તસવીરને મેળ ખાતી એક તસવીર મળી આવી છે. બંને તસવીરો એકજેવી છે. માત્ર બંનેના પહેરવેશ અલગ છે. તેથી આ તસવીર સાથે ડિજીટલી છેડછાડ કરવામાં આવી હોઈ શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની લગ્ન પહેલાની શાનદાર પ્રી-વેડિંગ પાર્ટી એક ક્રુઝ પર આયોજિત કરવામાં આવી હતી. 5 દિવસની પાર્ટી ઈટલી, ફ્રાન્સ અને સ્પેનના સુંદર દરિયાઈ બીચ પરથી પસાર થઈને આયોજિત કરાઈ હતી. પાર્ટીમાં હાઈપ્રોફાઈલ મહેમાનોની હાજરી હતી. 

આવી રહી છે મેઘસવારી! ગુજરાતમાં આજથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More