Home> Technology
Advertisement
Prev
Next

Mahindra 5-Seater Car: ભૂલથી પણ ચૂકતા નહી આ મોકો, 5 સીટર કાર મળી રહ્યા છે 4.4 લાખ સુધીના બેનિફિટ્સ

Mahindra XUV Discount Offer: મહિન્દ્ર પોતાની ગાડીઓના 2023 ના મોડલ્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. મહિન્દ્રાની એક એસયૂવી પર 4.4 લાખ રૂપિયા સુધીના બેનિફિટ્સ મળી રહ્યા છે. 
 

Mahindra 5-Seater Car: ભૂલથી પણ ચૂકતા નહી આ મોકો, 5 સીટર કાર મળી રહ્યા છે 4.4 લાખ સુધીના બેનિફિટ્સ

Mahindra XUV Offer: કાર નિર્માતા કંપની મહિન્દ્રા પોતાની એસયૂવી પર ધમાકેદાર ઓફર લઇને આવી છે. મહિન્દ્રાએ પોતાના મોડલ્સ પર શાનદાર ઓફર આપી રહી છે. કંપનીની એસયૂવી પર 1.5 લાખ સુધીના બેનિફિટ્સ આપવામાં આવી રહ્યા છે. આ ઓફર XUV400 EV, XUV700 અને સ્કોર્પિયો N પર આપવામાં આવી રહ્યા છે. ચાલો મહિન્દ્રાની આ ગાડીઓ પર મળી રહેલી ઓફર વિશે ડિટેલમાં જાણીએ. 

fallbacks

મહિન્દ્રા XUV700 પર 1.5 લાખ રૂપિયા સુધીના બેનિફિટ્સ
મહિન્દ્રા XUV700 પર ગત મહિનાની માફક જ ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે. મહિન્દ્રાના XUV700 ના તમામ વેરિએન્ટ્સ પર 1.5 લાખ રૂપિયાનું ફ્લેટ કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ફક્ત તેના AX5 7-સીટર વેરિઅન્ટમાં ડીઝલ-MT, ડીઝલ-AT અને પેટ્રોલ-MT વેરિઅન્ટ પર રૂ. 1.3 લાખનું રોકડ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. મહિન્દ્રાની આ કારની એક્સ-શોરૂમ કિંમત 13.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 27.14 લાખ રૂપિયા સુધી જાય છે.

Stock To Buy: આજે આ 20 સ્ટોક્સમાં જોવા મળશે એક્શન, રોકાણકારોને મળશે નફો કમાવવાની તક

મહિન્દ્રા XUV400 પર 4.4 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
મહિન્દ્રા XUV400 પર સૌથી વધુ બેનિફિટ્સ આપવામાં આવી રહ્યા છે. તેના પ્રી અપડેટ મહિન્દ્રા XUV400 ઇવી મોડલને ગત મહિને જ શરૂ કરવામાં આવ્યું છે. આ કારના મોટાભાગના વેરિએન્ટ પર 4.4 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેના ફક્ત હાઇ-સ્પેક વેરિએન્ટ, જેમાં 39.4 kWh ની બેટરી પેક લાગેલી છે, તેને 3.4 લાખ રૂપિયાના બેનિફિટ્સ સાથે લાવવામાં આવી છે. 

આ કારની એક્સ-શોરૂમ કિંમત 15.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 17.49 લાખ રૂપિયા સુધી જાય છે. નાની બેટરી પેકવાળી આ કાર એક જ ચાર્જિંગમાં 375 કિલોમીટરની રેન્જ આપે છે. મોટી બેટરી સાથે આ કાર સિંગલ ચાર્જિંગમાં 456 કિલોમીટરનું અંતર કાપી શકે છે.

મધ્યમવર્ગની આશાઓ પર પાણી ફરી વળ્યું, અત્યારે તમને સસ્તી લોનનો લાભ નહીં મળે

મહિન્દ્રા સ્કોર્પિયો N પર ડિસ્કાઉન્ટ
મહિન્દ્રા સ્કોર્પિયો N પર ગત મહિનાની માફક જ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેના 4WD ડીઝલ વેરિએન્ટ પર એક લાખ રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ તેના 2WD પેટ્રોલ અને ડીઝલ ટ્રિમ્સ પર 60 હજાર રૂપિયા સુધીનું ફ્લેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. મહિન્દ્રાની આ કારની એક્સ શોરૂમ પ્રાઇઝ 13.60 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 24.54 લાખ રૂપિયા સુધી જાય છે.  

નવી સરકારમાં મલ્ટીબેગર બની શકે છે 2 STOCKS, એક્સપર્ટે કહ્યું-1 વર્ષ માટે ખરીદી લો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More