Home> Entertainment
Advertisement
Prev
Next

ફેન્સમાં નિરાશાની લહેર...આ પોપ્યુલર ટીવી શો ઓફ-એર થવાનાં છે

આપણે મનોરંજન માટે ટીવી પર જુદી-જુદી ચેનલમાં આવતી સીરિયલ અને શો જોતાં હોય છીએ. ટીવીની દુનિયામાં એવા ઘણાં શો છે જે વર્ષોથી ચાલ્યા આવે છે અને સામાન્ય જનતા માટે આ શો તેના દિવસનો એક ભાગ બની રહે છે. જોકે તેમાંના અમુક પ્રખ્યાત શો બંધ થવા જઈ રહ્યા છે. 

ફેન્સમાં નિરાશાની લહેર...આ પોપ્યુલર ટીવી શો ઓફ-એર થવાનાં છે

TV Show: આઈપીએલ બાદ ટીવીની દુનિયામાં હવે મોટો બદલાવ આવાં જઈ રહ્યો છે. તેનું કારણ એ છે કે ટીવીના ઘણાં મોટા અને પ્રખ્યાત શો બંધ થવા જઈ રહ્યા છે. વર્ષો સુધી દર્શકોને મનોરંજન આપતાં આ પોપ્યુલર ટીવી શો અને સિરિયલને હવે અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. જેમાં 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' જેવા હિટ ડ્રામાથી લઈ 'મહાદેવ' જેવા મોટા બજેટના પૌરાણિક શોનો સમાવેશ થાય છે. આ બદલાવ દર્શકોની બદલાતી પસંદ અને ટીઆરપીના ખેલનું પરિણામ છે. જે હવે નવા શો માટેના રસ્તાઓ ખોલશે.

fallbacks

ગુમ હૈ કિસી કે પ્યાર મેં
સ્ટાર પ્લસનો લોકપ્રિય ટીવી શો 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' 5 વર્ષ પહેલા 2020માં શરુ થયો હતો. આ શોએ ઘણાં સમય સુધી TRP ચાર્ટ પર રાજ કર્યું. ભાવિકા શર્મા અને પરમ સિંહ આ શોને લીડ કરતા હતાં પણ અનુપમા જેવા શોને ટક્કર દેતો આ શો TRP રેસમાં વધુ ટકી શક્યો નહિ. 

લાફ્ટર શેફ્સ 2
'લાફ્ટર શેફ્સ 2' કલર્સ ચેનલનો એક શો છે. કુકિંગ અને કોમેડીના તડકા લગાવતો જબરદસ્ત શો 'લાફ્ટર શેફ્સ 2' પણ હવે તેના ફાઈનલ રાઉન્ડ તરફ આગળ વધી રહ્યો છે. આ મજેદાર શો ને કોમેડી ક્વિન ગણાતી ભારતી સિંહ હોસ્ટ કરે છે. આ 'લાફ્ટર શેફ્સ 2'નો ગ્રાન્ડ ફાઈનલ શો જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં થશે. તેના પછી આ શો પૂર્ણ થશે. 

શિવ શક્તિ- તપ, ત્યાગ અને તાંડવ
કલર્સ ટીવી પર આવતી પૌરાણિક સીરિયલ 'શિવ શક્તિ- તપ, ત્યાગ અને તાંડવ' પણ એક સફર બાદ પૂરી થવા જઈ રહી છે. આ શોમાં ભગવાન શિવ અને શક્તિના સંબંધને ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુત કરે છે. આ સીરિયલની વાર્તાના પણ લોકોએ ખૂબ વખાણ કર્યા છે. પરંતુ હવે આ શો ટૂંક સમયમાં જ બંધ થવા જઈ રહ્યો છે. 

આ ત્રણેય શોના અનેક ચાહકો છે. શો ઓફ-એર થવા જઈ રહ્યા છે તે જાણી બધાં ફેન્સ નારાજ છે અને અન્ય લોકો નવા કેવા શો આવશે તેના માટે જીજ્ઞાસુ છે અને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

 

ડિસ્ક્લેમર: આપેલ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે.  ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More