Home> Entertainment
Advertisement
Prev
Next

2019માં લગ્ન કરી લેવાનો છે ડિવોર્સી સુપરસ્ટાર, કોણ? જાણવા માટે કરો ક્લિક

આ બંને એકબીજા માટે બહુ સિરિયસ છે

2019માં લગ્ન કરી લેવાનો છે ડિવોર્સી સુપરસ્ટાર, કોણ? જાણવા માટે કરો ક્લિક

મુંબઈ : બોલિવૂડમાં એવી અનેક જોડી છે જેમણે ક્યારેય પોતાના પર્સનલ લાઇફની સ્પષ્ટતા નથી કરી પણ તેમની વચ્ચેની કેમિસ્ટ્રી ઉડીને આંખે વળગે છે. વાત થઈ રહી છે ફરહાન અખ્તર અને શિવાની દાંડેકરની. આ બંનેનું નામ કેટલાક મહિનાઓથી એકબીજા સાથે જોડાયેલું છે. આ બંને છેલ્લા કેટલાક મહિનાઓથી એકબીજાની બહુ નજીક છે અને એકબીજાની તસવીરો સોશિયલ મીડિયામાં શેયર કરી રહી છે. 

fallbacks
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

❤️

A post shared by Farhan Akhtar (@faroutakhtar) on

fallbacks

ફરહાન અને શિવાનીને અનેક ઇવેન્ટ્સમાં સાથે જોવામાં આવ્યા છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના મુંબઈ રિસેપ્શનમાં આ જોડી એકબીજાનો હાથ પકડીને એકબીજાની સાથે જોવા મળી હતી. હવે આ બંનેની રિલેશનશીપ ધીમેધીમે આગળ વધી રહી છે. ફરહાન અને શિવાનીએ નવા વર્ષનું સેલિબ્રેશન પણ એકસાથે કર્યું હતું. 

ફરહાન અને શિવાનીના નજીકના એક મિત્રએ માહિતી આપી છે કે આ બંને લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. મિત્રએ આપેલી માહિતી પ્રમાણે આ બંને એકબીજાની બહુ નજીક છે અને ફરહાનના બાળકો પણ શિવાનીને બહુ પસંદ કરે છે. આ સંજોગોમાં જોડી 2019માં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. નોંધનીય છે કે ફરહાને થોડા મહિનાઓ પહેલાં પહેલી પત્ની અધુના સાથે દાયકા જુના લગ્ન પછી ડિવોર્સ લીધા છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More