Home> Entertainment
Advertisement
Prev
Next

LSD 2 Trailer: ઈંટરનેટની હકિકત દર્શાવતું LSD 2 ફિલ્મનું ટ્રેલર રિલીઝ, ટ્રેલર પણ જોવું પડશે એકલામાં

LSD 2 Trailer: LSD 2 માં એડલ્ટ સીન ભરી ભરીને ઉમેરવામાં આવ્યા છે. ટ્રેલર પણ એકલામાં જોવું પડે એવું છે. ફિલ્મના ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું છે કે કેવી રીતે સોશિયલ મીડિયા પર વ્યૂ મેળવવા માટે લોકો એકબીજા સાથે ઝઘડા કરે છે.

LSD 2 Trailer: ઈંટરનેટની હકિકત દર્શાવતું LSD 2 ફિલ્મનું ટ્રેલર રિલીઝ, ટ્રેલર પણ જોવું પડશે એકલામાં

LSD 2 Trailer:એકતા કપૂર નિર્મિત ફિલ્મ LSD 2 નું ટીઝર જ્યારથી રિલીઝ થયું છે ત્યારથી જ ફિલ્મ પણ ચર્ચામાં છે. એક મિનિટના ટીઝરે દર્શકોના હોશ ઉડાવી દીધા હતા. હવે આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે જેમાં ઇન્ટરનેટની દુનિયાની ડાર્ક રિયાલિટી દેખાડવામાં આવી છે. 

fallbacks

વર્ષ 2010માં રિલીઝ થયેલી દિબાકર મુખર્જીની ફિલ્મ એલએસડી એ પણ ખળભળાટ મચાવી દીધો હતો. આ ફિલ્મથી રાજકુમાર રાવે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં નુસરત બરુચા પણ મહત્વના રોલમાં હતી. ફિલ્મ ઓનર કિલિંગ, એમએમએસ સ્કેન્ડલ અને કાસ્ટિંગ કાઉચ પર આધારિત હતી. 

આ પણ વાંચો: Munawar Faruqui ની Web Series ફર્સ્ટ કોપીના ટીઝરે મચાવ્યો ખળભળાટ, જુઓ તમે પણ Video

હવે 14 વર્ષ પછી એકતા કપૂરે LSD 2 ફિલ્મ બનાવી છે. LSD ની સિક્વલ ફિલ્મની સ્ટોરી ખૂબ જ અલગ છે. આ ફિલ્મમાં ઉર્ફી જાવેદ, બોનિતા રાજ પુરોહિત અને પારિતોષ તિવારી જેવા કલાકાર મહત્વની ભૂમિકામાં છે. 

આ પણ વાંચો: Salman Khan Film: વર્ષ 2025 માં સિકંદર બની બોક્સ ઓફિસ પર ધમાકો કરશે સલમાન ખાન

LSD 2 ઇન્ટરનેટ વાળો પ્રેમ અને જુનુન દર્શાવે છે. ઇન્ટરનેટ અને ટેકનોલોજીની દુનિયામાં સંબંધો કેવી રીતે બને છે અને તેમાં સમસ્યાઓ કેવી રીતે આવે છે તે ફિલ્મમાં દર્શાવ્યું છે. તેમજ સોશિયલ મીડિયા પર થતા પ્રેમ અને મિત્રતાનો અંજામ શું આવે છે તે આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે. 

આ પણ વાંચો: કિકુ શારદા અને ક્રિષ્ના અભિષેક વચ્ચે થઈ લાફાવાળી, થપ્પડ મારતો video વાયરલ

LSD 2 માં એડલ્ટ સીન ભરી ભરીને ઉમેરવામાં આવ્યા છે. ટ્રેલર પણ એકલામાં જોવું પડે એવું છે. ફિલ્મના ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું છે કે કેવી રીતે સોશિયલ મીડિયા પર વ્યૂ મેળવવા માટે લોકો એકબીજા સાથે ઝઘડા કરે છે. પોપ્યુલારિટી મેળવવા માટે એક દીકરો પોતાની માતાને જોરદાર થપ્પડ પણ મારી દે છે. ટ્રેલરમાં વ્યુઝ માટે યંગ જનરેશન વચ્ચે પાગલપન, ટ્રાન્સજેન્ડર સાથે હિંસા જેવા મુદ્દાને પણ દેખાડવામાં આવ્યા છે. 

દિબાકર બેનર્જીની ફિલ્મ LSD 2 19 એપ્રિલ સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મથી ઉર્ફી જાવેદ બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે. ફિલ્મમાં સ્વાસ્તિકા મુખર્જી, તુષાર કપૂર, સોફી ચૌધરી, અનુ મલિક અને અનુભવ સિંહ પણ જોવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More