Parsottam Rupala : ગુજરાતમાં એક સમયે સૌથી મોટું સંમેલન પાટીદારોએ અમદાવાદમાં બોલાવ્યું હતું. જેમાં 5 લાખ પાટીદારો ઉમટ્યા હતા. આવી જ એક અસ્મિતાની લડાઈ હાલમાં રાજપૂત સમાજ લડી રહ્યો છે. ગુજરાતમાં આવતીકાલે ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્સન જોવા મળશે. ભાજપે રૂપાલાને બદલવાનો નનૈયો ભણતાં આ વિવાદ હવે દરેક ક્ષત્રિય સમાજ સુધી પહોંચ્યો છે. હવે એકમાત્ર ગરાશિયા નહીં હવે ક્ષત્રિયોના દરેક સમાજ એક થયા છે.
અસ્મિતાની લડાઈ સન્માનપૂર્વક લડવાની જીદ પકડી
રાજકોટના રતનપુરનો રેલો ગુજરાતના ગામડે ગામડે સુધી પહોંચશે. હાલમાં જ ભાજપ સામે ગામડાઓમાં રીતસરનો વિરોધ થઈ રહ્યો છે. જો આ વિવાદ ન અટક્યો તો ભાજપને આ ભારે પડશે અને કોંગ્રેસને બગાસુ ખાતાં પતાસું મળી જશે. દિલ્હી હાઈકમાન્ડની આ મહાસંમેલન પર સીધી નજર છે. ક્ષત્રિય સમાજે પણ આ અસ્મિતાની લડાઈ સન્માનપૂર્વક લડવાની જીદ પકડી છે.
આવતીકાલનું શક્તિ પ્રદર્શન ગુજરાત લોકસભાની લડાઈમાં નવો વળાંક લાવશે. ગુજરાતમાં ભાજપ આ વિવાદને રોકવામાં નિષ્ફળ ગયું છે. જેની સીધી અસર ચૂંટણી પર પડવાની છે.આ લડાઈ હવે વટની લડાઈ બની છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં ઝૂકવાના મૂડમાં નથી પણ ક્ષત્રિયો રૂપાલાને માફ કરવાના મૂડમાં નથી. આવતીકાલનું ક્ષત્રિય સંમેલન સફળ રહ્યું તો આ વિવાદ રાજસ્થાન, એમપી અને ઉત્તર પ્રદેશ સુધી પહોંચશે. પશ્વિમી ઉત્તર પ્રદેશમાં રાજપૂત સમાજની નારાજગીને પગલે યોગી એલર્ટ બન્યા છે.
પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરે તે પહેલાં મહાસંમેલન
રૂપાલા-ક્ષત્રિયોના વિવાદનો ક્યારે અંત આવશે એ સામે સીધો સવાલ છે? હવે તો સાધુ સંતો પણ વિવાદ પૂર્ણ કરવા અપીલ કરી રહ્યા છે. પરસોત્તમ રૂપાલા 3-3 વખત માફી માંગી ચૂક્યા છે. વારંવાર માફી છતાં ક્ષત્રિયો ટસથી મસ થવા તૈયાર નથી. ક્ષત્રિયો હવે લડી લેવાના મૂડમાં છે. આ માટે આવતીકાલે રવિવારે રાજકોટમાં ક્ષત્રિયોએ વિશાળ સંમેલન બોલાવ્યું છે. રાજકોટના રતનપુરમાં ક્ષત્રિયોનું મહા સંમેલન યોજાશે. પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરે તે પહેલાં મહાસંમેલન યોજાઈ રહ્યો છે. ત્યારે આ આંદોલન પાટીદાર આંદોલનની યાદ અપાશે. રાજ્યભરમાંથી ક્ષત્રિયો મહાસંમેલનમાં પહોંચશે. 1300 જેટલી બસ અને 4600 ફોરવહીલરમાં ક્ષત્રિય સમાજ લોકો રાજકોટ પહોંચશે.
પોલીસ મંજૂરી મંગાઈ
રાજકોટના રતનપુરમાં હાલ ક્ષત્રિય અસ્મિતા મહા સંમેલનની તૈયારીઓ ચાલી રહી છે. આવતીકાલે રવિવારે સાંજે 5.00 કલાકે રતનપર ગામ ખાતે મહા સંમેલન યોજાવાનું છે. પરસોતમ રૂપાલા ઉમેદવારી પત્ર નોંધાવે તે પહેલાં ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન બની રહેશે. જે માટે 1300 જેટલી બસ અને 4600 ફોરવ્હીલરમાં લોકો રાજકોટ પહોંચશે. આ માટે કુવાડવા પોલીસ પાસે સંમેલન યોજવા મંજૂરી માંગવામાં આવી હતી.
2050 સુધીમાં મુસ્લિમ વસ્તી દુનિયા પર રાજ કરશે, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
પોલીસ બંદોબસ્તની તૈયારીઓ
ક્ષત્રિયોના મહાસંમેલનને લઈને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. DCB, SOG, LCB, સ્થાનિક પોલીસ સહિતના 250 થી વધુ અધિકારીઓ અને જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. પોલીસ દ્વારા ટ્રાફિક બાબતે પણ સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મંજૂરીની પ્રક્રિયા મોટા ભાગે પૂર્ણ થવા આવી હોવાની માહિતી મળી છે.
ક્ષત્રિય અસ્મિતા મહા સંમેલન માટેની શિસ્ત પૂરક માટે સૂચનો વહેતા થયા
મહેસાણાના શુકનના મેળામાં થઈ 2024 ની મોટી ભવિષ્યવાણી, ફૂલ અને અનાજ પરથી કરાયો વરતાળો
કાઠી ક્ષત્રિય સમાજમાં પડ્યા બે ફાંટા!
શુક્રવારે રાજકોટમાં ભાજપના કમલમ કાર્યાલયથી અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખે જાહેરાત કરી હતી કે કાઠી સમાજ ભાજપના સમર્થનમાં છે અને પરષોત્તમ રૂપાલાને માફી આપી છે. જોકે હવે આ મામલે કાઠી ક્ષત્રિય સમાજમાં જ બે ફાંટા પડી રહ્યા છે. રૂપાલાને માફી મામલે કાઠી ક્ષત્રિય સમાજમાં આંતરિક મતભેદ જોવા મળ્યા. એક તરફ રાજકોટમાં કાઠી ક્ષત્રિય સમાજનું રૂપાલાને સમર્થન, તો બીજી તરફ કાઠી ક્ષત્રિય સમાજના રાજવીઓ તેમજ આગેવાનો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામા આવશે. ગઈકાલે ભાજપને સમર્થન આપ્યા બાદ કાઠી ક્ષત્રિય આગેવાનો વિરુદ્ધ સમાજના જ રાજવીઓ પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. જેમાં કાઠિયાવાડના અડતાળા સ્ટેટ, માયાપાદર સ્ટેટ, સૂર્યપ્રતાપ ગઢ, સનાળા સ્ટેટ, ચોટીલા સ્ટેટના રાજવીઓ પહોંચ્યા.
કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકનું મોત, 9 મહિના પહેલા ગયેલા મિતને રસ્તા પર આવ્યું મોત
ક્ષત્રિયાણીઓએ ફોર્મ ઉપાડ્યા
આગામી તા.7મી મેના રોજ યોજાનારી લોકસભાની રાજકોટ બેઠકની ચૂંટણી માટે શુક્રવારથી ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ થઇ છે ત્યારે પ્રથમ દિવસે જ માત્ર 3 કલાક કરતા ઓછા સમયમાં ક્ષત્રિય મહિલાઓએ 150 ફોર્મ ઉપાડી લીધા છે અને વધુ ફોર્મ આગામી સોમવારે ઉપાડવાની જાહેરાત કરી છે ત્યારે પ્રથમ દિવસે જ લોકસભાની ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ 270થી વધુ ફોર્મ ઉપાડી લીધાનો વધુ એક નવો રેકર્ડ રાજકોટમાં નોંધાયો છે. ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા તા.16મીએ અને કોંગ્રેસના ઉમેદવાર તા.18મીએ ઉમેદવારીપત્રો ભરશે તેવા નિર્દેશો મળ્યા છે.
વિરોધ વચ્ચે રૂપાલાનો પ્રચાર
રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનો પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે. વિરોધ વચ્ચે પણ રૂપાલા પ્રચારમાં વ્યસ્ત છે. આજે રૂપાલાએ ગાંધીગ્રામ વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. રૂપાલાએ ગંગેશ્વર મંદિરે દર્શન કર્યા હતા. ગંગેશ્વર મંદિરે દર્શન બાદ રૂપાલા પ્રચારમાં લાગ્યા હતા.
વરસાદની આગાહી : ગુજરાતના 12 જિલ્લાઓમાં આજે વીજળીના કડાકા સાથે વરસાદ આવશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે