Home> Entertainment
Advertisement
Prev
Next

ગલી બોય પહેલાં ડાયલોગોમાં જોવા મળી આલિયા અને રણવીર વચ્ચે કેમિસ્ટ્રી!

ગલી બોયના નિર્માતાઓએ રણવીર સિંહ અને આલિયા ભટ્ટ પર શૂટ કરવામાં આવેલો પહેલો ડાયલોગ પ્રોમો રિલીઝ કરી દીધો છે. ફિલ્મના આ નવા ડાયલોગ પ્રોમોમાં રણવીર અને આલિયા વચ્ચે ખાટી-મીઠી રિલેશનશિપ જોવા મળી રહી છે.

ગલી બોય પહેલાં ડાયલોગોમાં જોવા મળી આલિયા અને રણવીર વચ્ચે કેમિસ્ટ્રી!

મુંબઇ: ગલી બોયના નિર્માતાઓએ રણવીર સિંહ અને આલિયા ભટ્ટ પર શૂટ કરવામાં આવેલો પહેલો ડાયલોગ પ્રોમો રિલીઝ કરી દીધો છે. ફિલ્મના આ નવા ડાયલોગ પ્રોમોમાં રણવીર સિંહ અને આલિયા વચ્ચે ખાટી-મીઠી રિલેશનશિપ જોવા મળી રહી છે. એક્સલ એન્ટરટેનમેંટે પોતાના સત્તાવાર ટ્વિટર પર પ્રથમ ડાયલોગ પ્રોમો શેર કરતાં લખ્યું કે, "Albina, mar jaayegi tu! Watch the video to find out why. http://bit.ly/GullyBoyDialoguePromo1 …@ritesh_sid #ZoyaAkhtar @FarOutAkhtar @tigerbabyindia @RanveerOfficial @aliaa08 @SiddhantChturvD @kalkikanmani @ZeeMusicCompany #GullyBoy"

fallbacks

એક્સેલ એન્ટરટેનમેંટ સાથે ફિલ્મના બંને મુખ્ય કલાકાર રણવીર અને આલિયાએ પણ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મનો પ્રથમ ડાયલોગ પ્રોમો શેર કર્યો છે. જ્યારે ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી ત્યારથી ગલી બોયથી અત્યાર સુધી રિલીઝ કંટેટને દર્શકોની શાનદાર પ્રતિક્રિયા મળી રહી છે. પહેલા ફિલ્મનું પોસ્ટર, પછી ટ્રેલર અને હવે જૂક બોક્સ સુધી ફિલ્મ દરેક વસ્તુ જનતા વચ્ચે ધૂમ મચાવી રહી છે.  

ગલી બોય ધારાવીના સ્લમ રેપર્સથી પ્રેરિત કહાની છે. પહેલીવાર મોટા પડદે આલિયા ભટ્ટની સાથે જોવા મળનાર અભિનેતા રણવીર સિંહ ફિલ્મમાં એક સ્ટ્રીટ રેપરની ભૂમિકા ભજવી રહ્યા છે. ગલી બોયમાં આલિયા ભટ્ટ પણ છે જે એક્સલ એંટરટેનમેંટ અને જોયા અખ્તર સાથે પહેલીવાર અભિનય કરી રહી છે અને ફિલ્મમાં અનોખા અવતારમાં જોવા મળશે.  

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

#ranveersingh ❤️ #aliaabhatt

A post shared by Alia Bhatt (@aliyabhattt) on

ફિલ્મમાં રણવીરનું પાત્ર ભારતીય રેપર નેજી ઉર્ફ નાવેદ શેખ અને ડિવાઇન ઉર્ફ વિવિયન ફર્નાંડીસના જીવનગાથાથી પ્રેરિત છે. જોયા અખ્તર દ્વારા રચિત ભૂમિગત સંગીતની વાસ્તવિક દુનિયામાં રણવીર સિંહનો રેપર અવતાર દર્શકોને પસંદ આવી રહ્યો છે. એક્સલ એન્ટરટેનમેંટ અને ટાઇગર બેબી દ્વારા નિર્મિત, જોયા અખ્તર દ્વારા નિર્દેશિત 'ગલી બોય' 2019ના રોજ રિલિજ થવા માટે તૈયાર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More