Home> Entertainment
Advertisement
Prev
Next

Wife Gauri Khanના બુક લૉન્ચ ઇવેન્ટમાં સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળ્યા Shah Rukh Khan

Shah Rukh Khan-Gauri Khan  એક ખાસ ઇવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા અને ફેન્સ આ સ્ટાર કપલને ખુબ પસંદ કરી રહ્યા છે. ગૌરી ખાનની બુક 'માય લાઇફ ઇન ડિઝાઇન'ની લોન્ચ ઇવેન્ટ હતી આ લોન્ચિંગ પતિ શાહરુખ ખાને કર્યું હતું.. 

Wife Gauri Khanના બુક લૉન્ચ ઇવેન્ટમાં સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળ્યા Shah Rukh Khan

My Life in Design by Gauri Khan Book Launch: બૉલીવુડના સૌથી ફેમસ અને સુંદર સ્ટાર કપલમાં એક છે શાહરૂખ ખાન અને ગૌરી ખાન. શાહરૂખ અને ગૌરી ખાન હાલમાં જ સાથે જોવા મળ્યા હતા અને તેનું કારણ ખૂબ જ ખાસ હતું. તમને જણાવી દઈએ કે સ્ટાર વાઇફ અને ઇન્ટિરિયર ડિઝાઇનર ગૌરી ખાને 'માય લાઇફ ઇન ડિઝાઇન' નામનું પુસ્તક લખ્યું છે. ઇવેન્ટ હતી આ બુકના લોન્ચિંગની જે શાહરૂખ ખાને કર્યું હતું. આ બુક લોન્ચ ઈવેન્ટમાં શાહરૂખ ખાન અને ગૌરી ખાન ખૂબ જ સ્ટાઈલીશ લુકમાં પહોંચ્યા હતા.. 

fallbacks

fallbacks

આ પણ વાંચો:
કોમેડિયન કપિલ શર્માએ પહેલીવાર દીકરી સાથે કર્યું રેમ્પ વોક, જુઓ સુપર ક્યૂટ વિડીયો
આ રાશિના જાતકો આગામી 1 મહિના સુધી રાત-દિવસ કમાશે પૈસા, 'સૂરજ'ની જેમ ચમકી જશે કિસ્મત!
યુપી, બિહાર,રાજસ્થાન અને દિલ્હી સહિત આ રાજ્યોમાં સરકારી નોકરીની શાનદાર તક

અમે હમણાં જ તમને જણાવ્યું તેમ, ગૌરી ખાને તેનું નવું પુસ્તક લખ્યું છે, જે ગઈકાલે શાહરૂખ ખાને હોટેલ તાજ લેન્ડ્સ એન્ડ મુંબઈ ખાતે લોન્ચ કર્યું હતું. આ બુક લોન્ચ ઈવેન્ટ માટે શાહરૂખ અને ગૌરી બંને કલર કો-ઓર્ડિનેટેડ બ્લેક આઉટફિટ્સમાં પહોંચ્યા હતા અને સાથે ખૂબ જ સુંદર દેખાતા હતા. કિંગ ખાન સ્ટાઈલિશ બ્લેક સૂટમાં હતો, ત્યારે ગૌરી એક અલગ ડિઝાઈનવાળા બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી.

શાહરૂખ ખાને પુસ્તકના લોન્ચિંગ વખતે ઘણી વાતો શેર કરી હતી, જેમાંથી એક એ છે કે તે તેના પરિવારનો નિયમ છે કે દરેક વ્યક્તિ સાથે ડિનર કરે છે જે ક્યારેય કોઈ ચૂકતું નથી; જમતી વખતે દરેક વ્યક્તિ પોતાના કામ અને દિવસ વિશે ચર્ચા કરે છે. શાહરૂખનું માનવું છે કે તેની પત્ની ગૌરી ઘરની સૌથી વ્યસ્ત સભ્ય છે, તે મોટાભાગના કામ કરે છે.

આ પણ વાંચો:
CBI Director: કોંગ્રેસના નેતાએ મોદી સરકારની કરી હોત ફજેતી, CJI ચંદ્રચુડે બચાવી લાજ
Recruitment 2023: અમદાવાદ ગાંધીનગર અને સુરતમાં 400થી વધુ જગ્યાઓ પર ભરતી
Business Idea: આ બિઝનેસથી કમાઓ 4 ગણો નફો, ગામ અને શહેરમાં બમ્પર ડિમાન્ડ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More