Surat News સુરત : આજકાલ નકલી વસ્તુઓ અને બિનઆરોગ્યપ્રદ વસ્તુઓથી બચીને રહેવાની જરૂર છે. લોકોને આજકાલ બહાર ખાવાનો શોખ વધુ હોય છે. પરંતુ પૈસા ખર્ચીને પણ તેઓ બીમારીઓ નોતરી રહ્યાં છે. સુરતમાં આરોગ્ય વિભાગ એક્ટિવ બન્યું છે. જેમાં થોડા દિવસો પહેલા પાડવામાં આવેલી રેડ બાદ અનેક નમૂના ફેલ નીકળ્યા છે. હજારો સુરતીઓએ જ્યાફત માણ્યા બાદ અનેક બ્રાન્ડ અને દુકાનોના નમૂના ફેલ નીકળ્યા છે. જેમાં ઉનાળામાં ઠેકઠેકાણે ખવાતા પેસ્ટ્રી-કેક, મરી-મસાલા, આઇસક્રીમ અને આઇસ ગોળાના નમૂના ફેલ નીકળ્યા છે. લોકોએ વાનગી આરોગી લીધી, હવે બાદમાં રિપોર્ટ ફેલ આવ્યો છે.
સુરતના અડાજણમાં ડેનીશ પેસ્ટ્રી, ડી-માર્ટ પાસે જય ભવાની આઇસ ડિશનું સેમ્પલ ફેલ છે. નમૂના લેબોરેટરી પરીક્ષણમાં ફેલ થયા હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય સાથે ચેડા કરતા મિલાવટખોરોનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે આરોગ્ય સામે જોખમ ઊભું કરનારા સામે સુરત પાલિકાએ લાલ આંખ કરી હતી. પાલિકાના ફૂડ વિભાગ દ્વારા આ બાબતે નિયમમુજબની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
કોઈનો દીકરો, કોઈનો પતિ-પિતા પરત આવ્યા, જેલથી છુટેલા માછીમારોને જોઈને પરિવારો રડ્યા
આટલા નમૂના ફેલ નીકળ્યા
આ ઘટના તમને વિચલિત કરી દેશે, એક મહિના બાદ બાળકના ગળામાંથી નીકળ્યો સીંગદાણો
સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ઉનાળાની સિઝનને પગલે આઈસ્ક્રીમ ઉપરાંત મરી મસાલા સહિતના નમુના લેવામાં આવ્યા હતા. જે નમૂના પુથ્થુકરણ અર્થે મોકલી દેવાયા બાદ હવે નમૂના ફેલ થયા હોવાનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. મહત્વનું છે કે સુરતના મનપાના આરોગ્ય વિભાગ દ્વારા એકાદ માસ આગાઉ જુદા જુદા સ્થળો દરોડા પાડવામાં આવ્યા હતા અને શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા હતા. પરંતુ એક માસ બાદ રિપોર્ટ આવે તે શું કામનું. ત્યા સુધી હજારો સુરતીઓએ આ વસ્તુ આરોગી હશે.
અંબાલાલ પટેલની મોટી આગાહી, વાવાઝોડા-ગરમી બાદ હવે નવા સંકટ માટે તૈયાર રહેજો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે