Home> Entertainment
Advertisement
Prev
Next

Movie Review: ન બ્રોન્ઝ, ન સિલ્વર, સંપૂર્ણપણે સોનેરી મેડલની હકદાર છે 'ગોલ્ડ' !

 જ્યારે પરિણામની કે અંતની જાણ હોય જ ત્યારે આખીય કહાનીને કેવી રીતે ખુરશી પરથી ખસકી પણ ન શકીએ એ સ્તરની બનાવવી ? કદાચ એ સૌથી મોટી ચેલેન્જ છે. સૌથી પહેલાં તો 'શું થશે'વાળું ફેક્ટર જ બુઠ્ઠુ થઇ જાય છે. થ્રીલ ઉભી કરવી તો કેવી રીતે ? એમાંય વાર્તા બની ગયેલી ઘટના પર આધારિત હોય તો તમે ફેક્ટ્સને પણ બહુ તોડી મરોડી ન શકો. સિનેમેટિક ફ્રીડમ લો એ અલગ બાબત છે પણ એક ચોક્કસ ટ્રેકથી બહાર પણ ન જઇ શકો ! ને તેમ છતાંય સિનેમાહોલના એટમોસ્ફિયરને ડિરેક્ટ શૂટ કરી લો તો પેલી ફેવિકોલની એડ યાદ આવી જાય કંઇક એ સ્તરની વાર્તાની ગુંથણી અને નિર્દેશન 'ગોલ્ડ' ફિલ્મનું છે.

Movie Review: ન બ્રોન્ઝ, ન સિલ્વર, સંપૂર્ણપણે સોનેરી મેડલની હકદાર છે 'ગોલ્ડ' !

મુફદ્દલ કપાસી/અમદાવાદ: જ્યારે પરિણામની કે અંતની જાણ હોય જ ત્યારે આખીય કહાનીને કેવી રીતે ખુરશી પરથી ખસકી પણ ન શકીએ એ સ્તરની બનાવવી ? કદાચ એ સૌથી મોટી ચેલેન્જ છે. સૌથી પહેલાં તો 'શું થશે'વાળું ફેક્ટર જ બુઠ્ઠુ થઇ જાય છે. થ્રીલ ઉભી કરવી તો કેવી રીતે ? એમાંય વાર્તા બની ગયેલી ઘટના પર આધારિત હોય તો તમે ફેક્ટ્સને પણ બહુ તોડી મરોડી ન શકો. સિનેમેટિક ફ્રીડમ લો એ અલગ બાબત છે પણ એક ચોક્કસ ટ્રેકથી બહાર પણ ન જઇ શકો ! ને તેમ છતાંય સિનેમાહોલના એટમોસ્ફિયરને ડિરેક્ટ શૂટ કરી લો તો પેલી ફેવિકોલની એડ યાદ આવી જાય કંઇક એ સ્તરની વાર્તાની ગુંથણી અને નિર્દેશન 'ગોલ્ડ' ફિલ્મનું છે.

fallbacks

એક સ્પોર્ટ્સ ડ્રામા મૂવીમાં સૌથી મોટી ચિંતા એ હોય છે કે તેમાં ગેમનો જે હિસ્સો ડ્રામેટિક બતાવવાનો હોય છે એ જો વધારે લંબાય જાય તો જે-તે ગેમમાં રસ ન ધરાવતા લોકોને એ બિલકૂલ બોરિંગ લાગવાનો. પણ રીમા કાગતી તો આ મોરચે અનુભવી છે. ઇતિહાસના પન્નામાં ધરબાયેલી એ મેચમાં પણ બ્રિટીશ ખેલાડીઓ સામે ટક્કર હતી અને અહી પણ ફાઇનલમાં બ્રિટીશ ખેલાડીઓ સાથે જ ટક્કર હોય છે. કાગતી આ પહેલાં દેશની સૌથી યાદગાર મૂવી ગણાતી લગાનમાં ડિરેક્ટર આશુતોષ ગોવારીકરને અસિસ્ટ કરી ચૂક્યાં હતાં ! ત્યાં પણ શાસકો સામે સન્માનની લડાઇ હતી. અહી પણ બદલો એક સમયના શાસકો સાથે લેવાનો હતો ! કાગતી બે-ચાર નજીવા અપવાદોને બાદ કરીએ તો ડિરેક્શનની બાબતે ખરા ઉતર્યાં છે.

બોલિવૂડમાં હમણાં એક સુખદ સંયોગ જોવા મળ્યો. 2018નું વર્ષ આમેય સુખદ સંયોગોનું વર્ષ જ રહ્યું છે બોલિવૂડ માટે. આ વર્ષે એક્ટિંગના દમ પર કાઠું કાઢી ચૂકેલાં બે અભિનેતાઓના નાના ભાઇ પણ પોતાનો દમ-ખમ દેખાડવા મેદાને પડ્યાં. ટેલેન્ટેડ શાહીદ કપૂરના ભાઇ ઇશાન ખટ્ટરે બિયોન્ડ ધ ક્લાઉડ અને ધડકથી હાજરી નોઁધાવી તો સંજુમાં દિલ જીતી લેનારા વિકી કૌશલના નાના ભાઇ સન્ની કૌશલે પણ અહી પોતાની હાજરી નોંધાવી છે. હિંમતના પાત્રમાં સન્ની અમંગ ઓલ નોટિસેબલ છે. મહત્વનું છે કે આ બન્ને અગાઉ નાના-મોટા પાત્રમાં કામ કરી ચૂક્યાં છે પણ મજબૂત કહી શકાય તેવી તક તો બન્નેને ચાલુ વર્ષે જ મળી છે. બીજીતરફ જેની ટેલેન્ટનો હજુ સંપૂર્ણ ઉપયોગ નથી થઇ શક્યો એવા કૃણાલ કપૂર અને અમિત સાધ પણ પોતાના પાત્રને પરફેક્ટ નિભાવી ગયા છે.

નાઉ કમ ટુ ધ મેન હુ લીડ્ઝ ! અક્ષય કુમાર..! શું દોર ચાલી રહ્યો છે આ માણસનો ! કહેવાય છે ને કે નસીબ અને મહેનત બન્ને એકબીજાને ગળે લગાવે ત્યારે માણસનો દાયકો આવતો હોય છે. અક્ષય આ દાયકો અત્યારે જીવી રહ્યો છે. એનું સ્ટારડમ 100% સફળતાનો પર્યાય બની ગયું છે. અઢી કલાક લાંબી આ મૂવીમાં ભલે ઢગલાબંધ પાત્રો હોય પણ એ સંપૂર્ણપણે આ જહાજને એક સુકાનીની શાનથી મંઝિલ સુધી લઇ જાય છે. ચાહે કૂછ ભી હો જાયે ઉમ્મીદ કા દામન કભી ન છોડના ! આ બહુ જાણીતો, લખાયેલો, વંચાયેલો સંવાદ જ અક્ષયના પાત્રને લખનારી કલમની સ્યાહી છે ! વેલડન વન્સ અગેઇન મેન !

વાર્તા હિટલરકાળમાં રમાયેલી એક મેચથી શરૂ થાય છે અને આઝાદીના તુરંત બાદ લંડનમાં યોજાયેલાં ઓલિમ્પિક્સની ફાઇનલમાં પૂર્ણ થાય છે મતલબ કે 1936થી 1948 સુધીની કહાની આવરી લેવાઇ છે. અગેઇન ફૂલ માર્ક્સ ટુ આર્ટ ડિરેક્શન ટીમ. બરાબર એ જ સમયનું ભારત ઉભું કરવામાં ખાસ્સી મહેનત સિનેમાના પરદે દેખાઇ આવે છે. બેકગ્રાઉન્ડ સ્કોર પણ જબરદસ્ત છે. સચીન-જિગરનું સંગીત સારું છે પણ બે ગીત બિલકૂલ બીનજરૂરી લાગે છે. એ અને બીજા બેથી ત્રણ દ્રશ્યો કાપીને મૂવીની લંબાઇ ઘટાડી શકાઇ હોત. તેમ છતાં અઢી કલાક લાંબી મૂવી ક્યાંય એક્સેસિવ થતી હોય એવું નથી લાગતું.

ઓવરઓલ જકડી રાખતા ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ અને તમારી નસોમાં પૂરપાટ ઝડપે ગરમા ગરમ લોહીને દોડતું કરી દે તેવો ક્લાઇમેક્સ આપની સમક્ષ વધુ એક શાનદાર મૂવી પેશ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More