Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદની આ હોસ્પિટલમાં રાષ્ટ્રગાન સાથે શરૂ થાય છે કામની શરૂઆત

દેશ 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય ત્યારે ધ્વજવંદન અને રાષ્ટ્રગાન ગાઈને ઉજવણી કરતો હોય છે. પરંતુ આ હોસ્પિટલ રાષ્ટ્રગાન એ નિત્યક્રમ બની ગયો છે.

અમદાવાદની આ હોસ્પિટલમાં રાષ્ટ્રગાન સાથે શરૂ થાય છે કામની શરૂઆત

સંજય ટાંક, અમદાવાદ: દેશભરમાં 72માં સ્વાતંત્ર્યતા પર્વની ઉત્સાહ અને ઉમંગ ભેર ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં એક હોસ્પિટલ એવી પણ છે કે જ્યાં રોજ સ્વતંત્રતા પર્વ પર્વની ઉજવણીનો માહોલ જોવા મળે છે. શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી આ અમદાવાદની એક માત્ર એવી હોસ્પિટલ છે કે જ્યાં રોજ સ્વતંત્રતા પર્વ પર્વની ઉજવણીનો માહોલ હોય છે.

fallbacks

વડોદરાનો અર્થવ દેશનો એકમાત્ર એવો ટેણિયો જેને 76 દેશોના રાષ્ટ્રગીત મોંઢે હોય

જી હાં સમગ્ર દેશ 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય ત્યારે ધ્વજવંદન અને રાષ્ટ્રગાન ગાઈને ઉજવણી કરતો હોય છે. પરંતુ આ હોસ્પિટલ રાષ્ટ્રગાન એ નિત્યક્રમ બની ગયો છે. સવાર પડતા જ હોસ્પિટલનું કામકાજ શરુ થાય છે પણ તે પહેલા અહીં ડોક્ટર અને તેમના સાથેનો તમામ સ્ટાફ રાષ્ટ્રગીત ગાય છે અને ત્યાર બાદ જ રોજીંદા કામકાજની શરુઆત કરે છે. ડોક્ટર્સનું માનવું છેકે આપણ ભગવાનની ભક્તિ અને સેવાપુજા કરીએ છીએ તેમ રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિ પણ લોકોમાં હોવી જરુરી છે.

અમદાવાદના પાનવાળાનો અનોખો દેશ પ્રેમ, આ રીતે કરશે સેનાને મદદ

છેલ્લા 7થી 8 વર્ષથી શહેરની આ હોસ્પિટલનો નિત્યક્રમ બની ગયો છે. હોસ્પિટલનો સ્ટાફ તેમજ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ પણ રાષ્ટ્રગીતની નિત્યક્રમની શરુઆતથી પ્રભાવિત થયા છે. દર્દીઓનું કહેવું છેકે દેશભક્તિની આ પ્રવૃતિ દરેક જગ્યાએ થવી જોઈએ. 

સામાન્ય રીતે 15 ઓગસ્ટના દિવસે કે 26 જાન્યુઆરીના દિવસે દેશવાસીઓમાં દેશભક્તિ જોવા મળે છે પરંતુ અમદાવાદની આ હોસ્પિટલ છે કે દેશભક્તિ નિત્યક્રમ બની ગઈ છે. ત્યારે આ હોસ્પિટલના તબીબો કે કર્મચારીઓમાં દરેક દેશવાસીએ પણ કંઈક શીખવા જેવું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More