Mayur Nadiya Death : રોણા શેરમાં, ચાર ચાર બંગડીવાળી... જેવા સુપરહિટ ગીતો આપનારા મયૂર નાડીયાની નાની ઉંમરે અણધારી વિદાય થઈ છે. ગુજરાતી ગીતોના મ્યૂઝિક કમ્પોઝર મયુર નાડીયાનું નાની ઉંમરે નિધન થયા સંગીત જગતમાં શોકની લાગણી ફરી વળી છે.
ગુજરાતના યુવા કમ્પોઝર મયુર નાડીયાના નિધનથી સંગીત જગત શોકમગ્ન બ્નયું છે. મયુર નાડીયા અનેક ગુજરાતી ગીતોને સંગીત આપ્યું હતું. તેમના પરિવારના જણાવ્યા અનુસાર, ડોક્ટરે તેમના નિધનનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવ્યું છે. જુવાનજોધ દીકરો ગુમાવતા તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
ગીતા રબારીએ શોક વ્યક્ત કર્યો
લોકગાયિકા ગીતા રબારીએ મયુર નાડીયાના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે, અનેક ગુજરાતી ફિલ્મ ના સફળ સંગીતકાર એવા ભાઇ મયુર નાડીયા નું ભર યુવાનીમાં દુઃખદ અવસાન થયું છે, ઈશ્ર્વર તેમના પવિત્ર આત્માને પરમ શાંતિ આપે તેવી કરબધ્ધ પ્રાર્થના..ઓમ શાંતિ
મયુર નાડીયાના ગીતો
મયુર નાડીયાએ અનેક સુપરહીટ ગુજરાતી ગીતો માટે સંગીત આપ્યું છે. જેમ કે, વ્હીસ્કી, મા મારી આબરુનો સવાલ, ચાર ચાર બંગડી, રોણા શેરમાં, મા તારા આર્શીવાદ જેવા ગીતોમાં મયુર નાડીયાએ સંગીત આપ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે