Mehul Choksi Arrest: 13500 કરોડની છેતરપિંડી કરીને ભારતમાંથી ભાગી ગયેલા ડાયમંડ બિઝનેસમેન મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. જી હા...મેહુલ ચોકસીની ધરપકડ બાદ ભારત સરકારે તેના પ્રત્યાર્પણની માંગ કરી છે. બેલ્જિયમની ફેડરલ પબ્લિક સર્વિસ ઑફ જસ્ટિસે સોમવારે આની પુષ્ટિ કરી હતી. હીરા ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી પંજાબ નેશનલ બેંક (PNB)ના 13,500 કરોડ રૂપિયાના કૌભાંડનો મુખ્ય આરોપી છે. થોડા દિવસો પહેલા તે બેલ્જિયમમાં હોવાની માહિતી સામે આવી હતી. હવે બેલ્જિયમમાં તેની ધરપકડના સમાચાર સામે આવ્યા છે.
સારવાર માટે સ્વિટ્ઝરલેન્ડ જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે મેહુલ ચોક્સી ઝડપાયો
પ્રાપ્ત માહિતી અનુસાર ગીતાંજલિ ગ્રુપના માલિક મેહુલ ચોકસીની 12 એપ્રિલે બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તે સારવાર માટે સ્વિટ્ઝરલેન્ડ જવાની તૈયારી કરી રહ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે મેહુલ ચોકસીની ભારતીય એજન્સીઓના કહેવા પર ધરપકડ કરવામાં આવી હતી, જેઓ ચોક્સીને લાંબા સમયથી શોધી રહી હતી.
ભારતમાંથી ભાગી ગયા બાદ મેહુલ ચોક્સી ક્યાં ગયો, ક્યારે અને કેવી રીતે પકડાયો?
મેહુલ ચોક્સી 2018માં ભારતમાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ તે એન્ટિગુઆ અને બાર્બુડામાં દેખાયો હતો, જ્યાં તેણે રોકાણ કરીને નાગરિકતા મેળવી હતી. આ પછી તે ઘણા વર્ષો સુધી રડારથી દૂર રહ્યો, પરંતુ મે 2021માં તે ડોમિનિકન રિપબ્લિકમાં ગેરકાયદેસર પ્રવેશ માટે પકડાયો. જો કે થોડા દિવસ જેલમાં રહ્યા બાદ તેને મુક્ત કરવામાં આવ્યો હતો.
2021માં સામે આવી હતી મેહુલ ચોકસીની હની ટ્રેપની કહાની
ત્યારબાદ મેહુલ ચોક્સીએ પોતે 'હની-ટ્રેપ અને અપહરણના કાવતરામાં ફસાયા' હોવાની કહાની જણાવી હતી. આ દરમિયાન આ કેસમાં બારબરા જબારિકાનું નામ સામે આવ્યું હતું. તે સમયે મેહુલ ચોક્સીએ હંગેરિયન મહિલા બારબરા જબારિકાને હની-ટ્રેપમાં ફસાવાની કહાની સંભળાવી હતી.
કોણ છે બારબરા જબારિકા, શું છે મેહુલ ચોક્સી સાથેની લિંક?
બારબરા જબારિકાની LinkedIn પ્રોફાઇલમાં તેણે બલ્ગેરિયાની એક "પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ એજન્ટ" તરીકે વર્ણવે છે. LinkedIn પ્રોફાઇલમાં તે બારબરા જબારિકા પોતાને એક અનુભવી સેલ્સ નેગોશિએટર તરીકે વર્ણવે છે. જેનો ડાયરેક્ટ સેલ્સ અને રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં કામ કરવાનો અનુભવ છે.
મેહુલની પત્નીએ પોતે કહ્યું- બારબરા હની ટ્રેપમાં સામેલ હતી
ડોમિનિકામાં મેહુલ ચોકસીની ધરપકડ દરમિયાન એ વાત સામે આવી હતી કે મેહુલ ચોક્સી બારબરા જબારીકાના પ્રેમમાં પડી ગયો હતો. ચોક્સીની પત્ની પ્રિતીએ આરોપ લગાવ્યો હતો કે તે 2020માં હંગેરિયન નાગરિક બારબરા જબારિકાને મળી હતી અને આરોપ લગાવ્યો હતો કે તે હનીટ્રેપ સ્કીમનો ભાગ છે.
બારબરાએ મેહુલના દાવાને ફગાવી દીધા હતા
ચોક્સીએ દાવો કર્યો હતો કે બારબરાએ ખોટા બહાના હેઠળ તેની સાથે મિત્રતા કરી હતી અને કથિત અપહરણ પહેલા તેને રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું હતું - અને જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે તેને બળજબરીથી લઈ જવામાં આવ્યો હતો. જો કે, બારબરાએ પ્રીતિ ચોકસીના દાવાઓને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તે ચોકસીની "ગર્લફ્રેન્ડ" હોવાના આક્ષેપો અને અહેવાલો ખોટા છે.
રાજ બનીને બારબરાની પાસે પહોંચ્યો હતો મેહુલ ચોક્સી
બારબરાએ દાવો કર્યો હતો કે મારી પાસે પોતાની આવક અને વ્યવસાય છે અને તેને તેની રોકડ, સહાય, હોટેલ બુકિંગ, નકલી ઘરેણાં કે અન્ય કોઈ વસ્તુની જરૂર નથી. તેણે વધુમાં દાવો કર્યો કે મેહુલ ચોક્સીએ તેની ઓળખને ખોટી પાડી અને તેની સાથે મિત્રતા કરવા માટે પોતાને 'રાજ' તરીકે ઓળખાવ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે